શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 25 હજાર નવા કેસ આવ્યા, અત્યાર સુધીમાં 60 હજારે ગુમાવ્યો જીવ
વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા બુધવારે સવારે વધીને 10,35,765 થઈ છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસનો સૌથી વધારે કહેર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વના આશરે ત્રીજા ભાગના દર્દીઓ અમેરિકામાં છે. અહીંયા 10 લાખથી વધારે લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 25,409 મામલા સામે આવ્યા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધારે મામલા સામે આવ્યા છે.
વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા બુધવારે સવારે વધીને 10,35,765 થઈ છે. જયારે કુલ 59,266 લોકોના મોત થયા છે. 1,42,238 લોકો સ્વસ્થ થઈ ગયા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં સૌથી વધારે 3,01,450 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 23,144 લોકોના મોત થયા છે.
જે બાદ ન્યૂજર્સીમાં 1,13,856 કોરોના દર્દીઓમાંથી 6442 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 40 હજારથી વધારે કેસવાળા અન્ય રાજ્યોમાં મેસાચુસેટ્સ, કેલિફોર્નિયા, ઈલિનોઈસ અને પેંસિલ્વેનિયા સામેલ છે.
અમેરિકામાં વિદેશ મામલામાં યૂએસ હાઉસ કમિટીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ફંડિંગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરૂ કરી દીધી છે. કમિટીના અધ્યક્ષ એલિયટ એંગલે આ વાતની જાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિદેશ મંત્રી માઈક પોમ્પિઓને લખેલા એક પત્રમાં ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસ સાંસદે ફંડિંગ રોકવાના ફેંસલાની નિંદા કરી અને માંગ કરી કહ્યું કે, નિર્ણય સાથે જોડાયેલા અન્ય રેકોર્ડ અને માહિતી આપે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement