દેશ દુનિયાને ડરાવી રહ્યો છે કોરોના, અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મોત
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. મોતનું કારણ ઓમિક્રોન સંક્રમણ માનવામાં આવે છે.
કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. મોતનું કારણ ઓમિક્રોન સંક્રમણ માનવામાં આવે છે. CDCનું અનુમાન છે કે અમેરિકાના કેટલાક ભાગમાં આ આંકડા વધુ છે. ન્યૂયોર્કમાં 90 ટકા નવા કેસની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ છે. સીડીસી ડાયરેક્ટર ડો રોશેલ વૈલેસ્કીનું કહેવું છ કે આ આંકડા વધારે છે. પરંતુ તેમાં હેરાન થવાની કોઈ વાત નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને પણ ટ્વિટ કરીને કહ્યું કે ઓમિક્રોન સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમણે લોકોને વેક્સિન લગાવવા અને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ગંભીર છે. આ વેરિએન્ટ પર વેક્સિન કેટલી અસરકારક છે. આ વાતની સચ્ચાઈ હજુ સુધી જાણી શકાઈ નથી. જો કે કરવામાં આવેલા એક અભ્યાસમાં એક વાત સામે આવી છે કે જે લોકોએ વેક્સિન લઈ લીધી છે તેને બૂસ્ટર ડોઝ લગાવીને સંક્રમણથી બચાવી શકાય છે. કેટલાક દેશમાં બૂસ્ટર ડોઝ આપાવામાં આવી રહ્યો છે.
ભારતમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા 200 પર પહોંચી
દેશમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 202 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને દિલ્હી છે. બંને રાજ્યોમાં ઓમિક્રોનના 54-54 કેસો મળ્યા છે. ઓડિશામાં નવા બે સંક્રમિત મળ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 200ની સંખ્યા પાર કરી છે. જોકે સારી વાત એ છે કે 77 દર્દીઓ એમાંથી સારવાર લઈને સાજા થઈ ચૂક્યા છે.
ઓમિક્રોન હવે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે સવારે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં હવે 200 દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે. આ બંને રાજ્યોમાં 54-54 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યોમાં પહોંચી ગયો છે.
ગોવામાં બ્રિટનથી આવેલા ચાર યાત્રીઓ કોરોના સંક્રમિત માલૂમ પડ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર સવારે બધા પેસેન્જરોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર યાત્રીઓ સંક્રમિત મળ્યા હતા. બધા સંક્રમિતોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.