શોધખોળ કરો
કાબુલમાં બે વિસ્ફોટ, 20 લોકોના મોત, 30 ઇજાગ્રસ્ત

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે વિસ્ફોટ થયા છે. વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે, એએફપીનો એક ફોટોગ્રાફરનું પણ આ વિસ્ફોટમાં મોત થયું છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝના મતે કાબુલના શશદારક વિસ્તારમાં બીજો વિસ્ફોટ થયો ત્યારે લોકો પ્રથમ વિસ્ફોટના પીડિતોની મદદ કરી રહ્યા હતા. વજીર અકબર ખાન હોસ્પિટલના નિર્દેશક મોહમ્મદ મૌસા જહીરે જણાવ્યું કે, વિસ્ફોટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાબુલ એમ્બુલન્સ સેવાના વડા મોહમ્મદ અસીમે કહ્યું કે, પ્રથમ વિસ્ફોટ બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે બીજો વિસ્ફોટ થયો હતો. 14 એપ્રિલ 2018 સુધીમાં અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાં કુલ 6 વિસ્ફોટ થઇ ચૂક્યા છે. એક સપ્તાહ અગાઉ થયેલા વિસ્ફોટમાં 60 લોકોના મોત થયા હતા અને 129 લોકો ઘાયલ થયા હતા.
વધુ વાંચો





















