(Source: Poll of Polls)
બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી: મોબાઈલ ફોન યુઝર્સની ઊંઘ ઉડી જશે, આદત નહીં છોડો તો....
૨૮ વર્ષ પહેલાં બાબા વેંગાએ મોબાઈલ ફોનને લઈને કરી હતી ભવિષ્યવાણી, આજની સ્થિતિ જોઈને ઉડી જશે ઊંઘ.

Baba Vanga mobile phone prediction: બાબા વેંગા પોતાની અનેક ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં રહે છે. તેમના મૃત્યુ પહેલાં તેમણે કરેલી ઘણી આગાહીઓ આજે સાચી સાબિત થઈ રહી છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. હવે બાબા વેંગાએ મોબાઈલ ફોનના ઉપયોગને લઈને એક એવી ભવિષ્યવાણી કરી છે, જે સાંભળીને ફોન યુઝર્સની ઊંઘ ઊડી જશે. બાબા વેંગાનું ૧૯૯૭માં એટલે કે ૨૮ વર્ષ પહેલાં નિધન થયું હતું, પરંતુ તેમણે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે ઘણી આગાહીઓ કરી હતી.
બાબા વેંગાએ પોતાની એક ભવિષ્યવાણીમાં (Baba Vanga technology warning) કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં લોકો સ્ક્રીન પર જરૂર કરતાં વધુ સમય પસાર કરશે. જો આજની પરિસ્થિતિ જોઈએ તો આ વાત સાચી સાબિત થઈ રહી છે. આજે દુનિયાભરના લોકોમાં મોબાઈલ ફોનનું વ્યસન વધી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોન, ટીવી કે લેપટોપ જેવા સ્ક્રીન પર પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં લગભગ 24 ટકા બાળકો સૂતા પહેલા સ્માર્ટફોન જુએ છે. લગભગ 37 ટકા બાળકો આવા હોય છે અને વધારે પડતો સ્ક્રીન ટાઈમ (Future danger of mobile addiction) હોવાને કારણે કોઈ પણ કામ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે બીજા વિશ્વ યુદ્ધ, ૨૦૦૪ની સુનામી અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલા જેવી ઘટનાઓ વિશે પણ આગાહી કરી હતી, જે સાચી પડી હતી. આ સિવાય તેમણે વર્ષ ૨૦૨૫થી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાની અને વર્ષ ૨૦૪૩થી યુરોપમાં મુસ્લિમ શાસન સ્થપાવાની પણ આગાહી કરી છે.
બાબા વેંગાનો જન્મ ૩૧ જાન્યુઆરી, ૧૯૧૧ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. બાળપણમાં એક તોફાનમાં તેમણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. ત્યારથી જ તેઓ કુદરતી આફતો અને રાજકીય ઘટનાઓ જેવી બાબતો વિશે ભવિષ્યવાણીઓ કરતા હતા, જેણે ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમની મોબાઈલ ફોનને લઈને કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે, જે ખરેખર ચિંતાજનક છે.





















