શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા ભારતીયોને મોટી ભેટ, આ દેશમાં જવા માટે નહીં લેવા પડે વિઝા
બ્રાઝીલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ અને ધંધાદારીઓને વીઝામાં છૂટ આપી હતી.
નવી દિલ્હીઃ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ગુરૂવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હવેથી ભારતના ધંધાદારીઓને બ્રાઝીલ આવવા માટે વીઝા લેવાની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે ચીન અને ભારતના લોકો માટે વીઝાની જરૂરિયાતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે બોલસોનારો વર્ષની શરૂઆતમાં જ સત્તા પર આવ્યા છે અને તેમણે ઘણા વિકસિત દેશોને વીઝા લેવાની જરૂરિયાતમાં ઘટાડો કર્યો છે.
તાજેતરમાં જ તેઓ ચીનના પ્રવાસ પર ગયા હતા અને ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે વિકાસશીલ દેશો માટે પણ તેમની નીતિઓમાં ફેરફાર કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ બ્રાઝીલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ અને ધંધાદારીઓને વીઝામાં છૂટ આપી હતી. જોકે, તેવા દેશોએ બ્રાઝીલને આ પ્રકારની કોઈ છૂટછાટ નથી આપી.
બ્રાઝિલના વિઝા તૈયાર થવામાં અત્યાર સુધી 10થી 15 દિવસનો સમય લાગતો હતો. વર્ક વિઝા 7થી 10 દિવસમાં બનતા હતા. થોડા દિવસ પહેલા જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પર્યટકો અને વેપારીઓને વિઝામાંથી છૂટ આપી હતી. આ દેશોમાં બ્રાઝિલથી આવનારા પર્યટકોમાં આવી છૂટ આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બ્લોલસોનારો કડક નિર્ણય લેવા માટે જાણિતા છે. ભ્રષ્ટાચારમાંથી મૂક્તિ આપવાના વચનના કારણે તેમને જીત મળી છે. આ વખતની ચૂંટણીમાં તેમણે ઘણા માર્જીનથી જીત મેળવી હતી. રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોને નસ્લવાદી, સમલૈંગિક વિરોધી અને મહિલા વિરોધી ટિપ્પણીઓ માટે પણ જાણિતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement