Canada: ટ્રમ્પના નવા ટેરિફ પર કેેનેડાનો વળતો પ્રહાર, અમેરિકાની ગાડીઓ પર લગાવ્યો 25 ટકા ટેક્સ
કેનેડા સરકારે જાહેરાત કરી હતી કે તે અમેરિકાથી આયાત થતા કેટલાક વાહનો પર 25 ટકા ટેક્સ લાદશે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગુરુવારે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ (આયાત ડ્યુટી)ના જવાબમાં કેટલાક કડક પગલાંની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને વૈશ્વિક વેપાર માટે ત્રાસદી ગણાવી હતી.
#BREAKING Canada imposing 25% tariff on some US auto imports: Carney pic.twitter.com/vFbWgL7BCs
— AFP News Agency (@AFP) April 3, 2025
કેનેડા સરકારે જાહેરાત કરી હતી કે તે અમેરિકાથી આયાત થતા કેટલાક વાહનો પર 25 ટકા ટેક્સ લાદશે. જોકે, આ ટેક્સ ફક્ત એવા વાહનો પર લાગુ થશે જે યુએસ-મેક્સિકો-કેનેડા વેપાર કરાર (USMCA) ના નિયમોનું પાલન કરતા નથી. આ નિર્ણય હેઠળ ઓટો પાર્ટ્સ પર કોઈ નવો ટેક્સ લાગશે નહીં અને મેક્સિકોથી આવતા વાહનોને પણ મુક્તિ આપવામાં આવી છે.
વડાપ્રધાન માર્ક કાર્નાએ કહ્યું કે આ નીતિથી અમેરિકાને પોતાને નુકસાન થશે, તેથી તેણે પોતાની નીતિઓ બદલવી જોઈએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આમાં ઘણો સમય લાગી શકે છે અને વ્યક્તિએ વધારે આશા રાખવી જોઈએ નહીં.
ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તમામ અમેરિકન આયાત પર 10 ટકાના નવા ટેક્સની જાહેરાત કરી હતી. કેટલાક દેશો પર તો ઊંચા કર પણ લાદવામાં આવ્યા છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી ગઈ હતી.
પીએમ માર્ક કાર્નીએ કહ્યું કે અમેરિકા છેલ્લા 80 વર્ષથી વૈશ્વિક વેપારનું નેતૃત્વ કરી રહ્યું હતું પરંતુ હવે તે સંરક્ષણવાદી નીતિઓ અપનાવી રહ્યું છે. તેમણે આ પરિવર્તનને દુઃખદ તબક્કો ગણાવ્યો અને કહ્યું કે આ સમગ્ર વિશ્વ માટે ખરાબ સમાચાર છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંનો એક છે. યુરોપિયન યુનિયન પર 20 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લાદવામાં આવશે. યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.
ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા, તાઇવાન પર 32 ટકા, જાપાન પર 24 ટકા, બ્રિટન પર 10 ટકા, બ્રાઝિલ પર 10 ટકા, ઇન્ડોનેશિયા પર 32 ટકા, સિંગાપોર પર 10 ટકા અને દક્ષિણ આફ્રિકા પર 30 ટકા ટેરિફ લાદ્યો છે. તેમણે વિદેશથી આયાત થતી ઓટોમોબાઈલ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે ઓટો પાર્ટ્સ પર પણ તે જ ટેરિફની જાહેરાત કરી છે. ઓટોમોબાઈલ પરનો નવો ટેરિફ 3 એપ્રિલથી અને ઓટો પાર્ટ્સ પરનો નવો ટેરિફ 3 મેથી અમલમાં આવશે. તે સિવાય બાંગ્લાદેશ પર 37 ટકા, પાકિસ્તાન પર 29 ટકા, શ્રીલંકા પર 44 ટકા, ઇઝરાયલ પર 17 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.





















