શોધખોળ કરો
Advertisement
ચીનના 7000 જવાનોની સુરક્ષામાં પાકિસ્તાને ઉભા રાખ્યા 15,000 સૈનિકો
નવી દિલ્લી: પાકિસ્તાન અને ચીનની મિત્રતા હવે જગજાહેર થઈ ગઈ છે. ગત દિવસોમાં એનએસજીના મુદ્દા ઉપર પણ ચીને ઈસ્લામાબાદનો સાથ આપ્યો હતો, અને ભારતનો પ્રવેશ રોકી દીધો હતો. એકવાર ફરીથી આવો જ મામલો સામે આવ્યો છે. જેમાં ચીન અને પાકિસ્તાનની મિત્રતા એકવાર ફરીથી સામે આવી છે. પીઓકેમાં બની રહેલા ચીન-પાકિસ્તાન ઈકોનૉમિક કૉરિડર (સીપીઈસી) પરિયોજનાની સુરક્ષા માટે પાકિસ્તાન, ચીનને મદદ કરી રહ્યું છે.
એક અંગ્રેજી અખબાર પ્રમાણે, પાકિસ્તાન આ કૉરિડર માટે કામ કરનાર તમામ ચીની નાગરિકોની સુરક્ષામાં પોતાના પાછળ પોતાના જવાનો ઉભા રાખ્યો છે. એક નાગરિક પાછળ બે પાક જવાન લગાવવામાં આવ્યા છે. 7 હજાર ચીની નાગરિકોની સુરક્ષા માટે પાકે 15 હજાર જવાનો ઉભા રાખ્યા છે.
જો કે, જ્યારથી આ કૉરિડર બનવાનું શરૂ થયું છે ત્યારથી તેના પર ઘણા હુમલાઓ થઈ ચૂક્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. એસેંબલીમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબમાં 6364 જવાન ચીનના 7036 નાગરિકોની સપરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement