શોધખોળ કરો
કોરોનાથી હાહાકાર, ચીનમાં 1600થી વધુના મોત, 2000 નવા કેસ સામે આવ્યા
રવિવારે મૃત્યુઆંક વધીને 1665 સુધી પહોંચી ગયો છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે માત્ર શનિવારે આ ખતરનાક વાયરસથી 149 લોકોના મોત થયા હતા

બેઇજિંગઃ ચીનમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, નવા રિપોર્ટ પ્રમાણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રવિવારે મૃત્યુઆંક વધીને 1665 સુધી પહોંચી ગયો છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે માત્ર શનિવારે આ ખતરનાક વાયરસથી 149 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, કોરોના વાયરસના લક્ષણ મોટાભાગે ઠંડીના કારણે થનારી બિમારી જેવા હોય છે. તાવ, થાક, સુખી ખાંસી, અપચો અને શ્વાસની તકલીફો રહેતી હોય તો કોરોના વાયરસ જલ્દી એટેક કરી શકે છે. બીજા એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોના વાયરસ પીડિતોની કુલ સંખ્યા વધીને 68500થી પણ વધુ થઇ ગઇ છે. સૌથી વધુ હુબેઇ પ્રાંતના લોકો ઝપેટમાં આવ્યા છે. અહીં 1595 લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, એટલુ જ નહીં લગભગ 1850 જેટલા નવા કેસ પણ નોંધાયા છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપ બાદ ચીનના વિવિધ ક્ષેત્રના નાણાકીય વિભાગોએ રૂપિયા એકઠા કરીને આપ્યા છે. 13 ફેબ્રુઆરી સુધી ચીનના વિભિન્ન સ્થળેથી સંબંધિત વિભાગોમાંથી કુલ 80.55 અબજ ચીની યુઆનનું યોગદાન આપવામાં આવી છે. ચીની આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સેવેરે એક્ટ્યૂ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)નું બીજુ સ્વરૂપ છે. જેના કારણે 2002-2003માં હોંગકોંગ અને ચીનમાં આ બીમારીથી 650 લોકોના મોત થયા હતા. તે સિવાય 120 લોકોનું દુનિયાભરમાં મોત થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે પણ ચીનથી આવતા લોકો માટે પોતાની ઈ વીઝા સુવિધા પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
વધુ વાંચો





















