શોધખોળ કરો
Coronavirus: કોરોના ઉથલો મારતા આ દેશે ફરી એક વખત લગાવ્યું કડક લોકડાઉન
સરકારે કોરોનાને લઈને ત્રીજી શ્રેણીની ચેતવણી આપી છે. જેનો મતલબ એ છે કે લોકોના મેળાવડા પર પ્રતિબંધ રહેશે.
લંડનઃ કોરોના વાયરસના કેસ ફરી વધવાતી બ્રિટેનની ચિંતા વધી ગઈ છે. કોરોનાને રોકવા માટે સરકારે શુક્રવારથી ફરીથી કડક લોકડાઉન લાગુ કર્યું છે. વેલ્સમાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગ્રેટર માનચેસ્ટરની 28 લાખ જનસંખ્યા પણ મધ્યરાત્રિથી ઇંગ્લેન્ડના લિવરપૂલ સિટી વિસ્તાર અને લંકાશાયરના કડક લોકડાઉનમાં જોડાઈ ગયું છે. જેમાં લગભગ મોટાભાગના વેપાર બંધ રહેશે.
કોરોના વધતા કેસે વધારી બ્રિટેનની ચિંતા
સાઉથ યોર્કશાયરના વિસ્તારમાં પમ શનિવારથી ત્રીજા તબક્કાનું કડકડ લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ રીતે અંદાજે 70 લાખતી વધારે લોકો પર આ કડક લોકડાઉનની અસર પડશે. સરકારે કોરોનાને લઈને ત્રીજી શ્રેણીની ચેતવણી આપી છે. જેનો મતલબ એ છે કે લોકોના મેળાવડા પર પ્રતિબંધ રહેશે. સાથે જ પબ અને બારનું સંચાલન પણ નહીં થઈ શકે. આ શ્રેણીમાં આવનારા અનેક વિસ્તારોના વેપારીઓને પોતાના ધંધા-રોજગાર ખોલવા પર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ વેલ્સમાં પણ 17 દિવસનું પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે 31 લાખ લોકો ઘરમાં જ રહેવા મજબુર બન્યા છે.
કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉનની મદદ
વેલ્સના પ્રથમ મંત્રી માર્ક ડ્રેકફોર્ડે કહ્યું, “અહીં એવા લોકો પણ છે જે કહેવા માગે છે કે કોરોના વાયરસ માત્રે એક ષડયંત્ર છે અને આ એક સામાન્ય બીમારી જેવું જ નુકસાન પહોંચાડે છે. એવા લોકો એ પરિવારોને નળી મળઅયા જેમણે પાછલા કેટલાક સપ્તાહમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.” બીજી બાજુ સ્કોચટલેન્ડના પ્રથમ મંત્રી નિકોલા સ્ટર્જને પોતાના પ્રાન્ત માટે પાંચ તબક્કાની રણનીતિનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં લાગુ તબક્કાથી પણ બે તબક્કા આગળ છે. તે અંતર્ગત, સ્કોટલેન્ડના જુદા જુદા વિસ્તારમાં વાયરસના પ્રકોપ અનુસાર લોકડાઉન લાગુ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement