Covid-19: વિશ્વના આ જાણીતા દેશમાં કોરોના પ્રતિબંધોના કારણે વધ્યું દારૂનું વેચાણ, જાણો શું છે કારણ
સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉનની સમાજના લોકો પર નકારાત્મક અસર પડી છે.
Higher Alcohol Consumption in UK: કોરોના મહામારી દરમિયાન લાગુ કરાયેલા નિયંત્રણો વચ્ચે દુનિયાભરના લોકો અલગ-અલગ ખરાબ ટેવોનો શિકાર બની રહ્યા છે. ક્યાંક લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે તો ક્યાંક દારૂની લત પકડી રહ્યા છે. સંક્રમણનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણો વચ્ચે ભારત સહિત વિશ્વના અન્ય દેશોના લોકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. ઘરમાં રહેવાને કારણે લોકો ભરપૂર મનોરંજન સાથે ખાવા પર ધ્યાન આપી રહ્યા છે. જેના કારણે લોકોનું વજન વધી રહ્યું છે. આ દરમિયાન બ્રિટનમાં લોકોમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે. લોકડાઉન દરમિયાન અહીં લોકો નશાની લતનો શિકાર બન્યા છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે લોકડાઉનમાં કોરોના દરમિયાન દારૂનું સેવન વધી ગયું છે. લોકો ડ્રગ્સના બંધાણી બની ગયા છે.
કોરોનામાં પ્રતિબંધો વચ્ચે વધુ લોકો નશામાં ધૂત બન્યાં
સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉનની સમાજના લોકો પર નકારાત્મક અસર પડી છે. લંડનમાં રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રિસ્ટના પ્રેસિડેન્ટ અને સાઇકિયાટ્રિસ્ટ પ્રોફેસર જુલિયા સિંકલેરે કહ્યું કે કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. પ્રોફેસર જુલિયાનું માનવું છે કે ઘરમાં રહેવાના કારણે પ્રતિબંધોને કારણે દેશમાં દારૂનું સેવન વધ્યું છે. પહેલા લોકો દારૂ માટે પબ કે હોટલમાં જતા હતા અને ઘણા લોકો સમયના અભાવે ઓછો દારૂ પીતા હતા. ઘરમાં લોકોને દારૂ પીવા માટે ઘણો સમય મળે છે.
લોકડાઉનમાં દારૂનું સેવન વધ્યું
બ્રિટનમાં, NHS મુજબ કોઈપણ પુખ્ત વ્યક્તિ દર અઠવાડિયે 14 યુનિટથી વધુ આલ્કોહોલનું સેવન કરી શકતો નથી, પરંતુ લોકડાઉન દરમિયાન આ આંકડો દર અઠવાડિયે 50 યુનિટ સુધી પહોંચી ગયો હતો. જે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. લંડનની રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રિસ્ટના પ્રેસિડેન્ટ અને સાઇકિયાટ્રિસ્ટ પ્રોફેસર જુલિયા સિંકલેરે કહ્યું કે લોકડાઉન અને ઘરમાં રહેવાને કારણે લોકોને વધુ દારૂ પીવા માટે સમય અને બહાનું મળ્યું. સંશોધનમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા વિકસિત ઓડિટ સ્કોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રોફેસર જાલિયા સિંકલેરે કહ્યું કે પીનારાના મગજમાં ધ્રુજારી આવી શકે છે. લોકોને ઘણી વખત હોસ્પિટલમાં જવું પડી શકે છે. અને ક્યારેક તે મૃત્યુનું કારણ પણ બની જાય છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી વચ્ચે આપણે બધાએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.