શોધખોળ કરો
Advertisement
Coronavirus: ઈરાને 85,000 કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા, મૃત્યુઆંક વધી 988
ઈરાનમાં ખતરનાક વયારસથી વધુ 135 લોકોના મોત થયા છે. ઈરાનમાં મૃત્યુઆંક 988 થયો છે.
તેહરાન: ઈરાને કોરોના વાઈરસની ભારે દહેશત વચ્ચે દેશભરની જેલોમાંથી રાજકીય કેદીઓ સહિત 85,000 કેદીઓને મુક્ત કર્યા છે. મધ્ય પૂર્વ દેશમાં કોરોના ખૂબ જ ભયજનક સ્થિતિમાં ફેલાઈ ગયો છે ત્યારે તેની અસરને અટકાવવા માટે જેલોમાંથી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનમાં ખતરનાક વયારસથી વધુ 135 લોકોના મોત થયા છે. ઈરાનમાં મૃત્યુઆંક 988 થયો છે ત્યારે 14,991 લોકોને સંક્રમણની અસર થઈ છે. મુક્ત કરાયેલા લોકોમાંથી 50 ટકા સુરક્ષા સંબંધિત કેદીઓ છે. જેલોમાં પણ આ રોગચાળાનો સામનો કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે.
ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે યૂરોપને પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે. યૂરોપના ઘણા શહેરો લોકડાઉન છે. છેલ્લા 24 કલાકમાં યૂરોપના દેશઓમાં સૌથી વધુ મોત થયા છે. ઈરાનમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 135 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 988 પર પહોંચ્યો છે.
10 માર્ચે ઇરાનમાં માનવાધિકાર અંગે યુએનના વિશેષ રાપ્પોર્ટેરે કહ્યું હતું કે તેણે તેહરાને કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે મદદ કરવા તમામ રાજકીય કેદીઓને અસ્થાયી રૂપે તેની ભીડ અને રોગથી મુક્ત જેલમાંથી મુક્ત કરવા જણાવ્યું છે.
ઇરાની અધિકારીઓ કહે છે કે તેઓ ખાસ કરીને પરીક્ષણો અને રક્ષણાત્મક ઉપકરણો માટે વૈશ્વિક પુરવઠાની તંગીથી સખત અસરગ્રસ્ત છે. યુએસ પ્રતિબંધોના પ્રભાવને દોષી ઠેરવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement