શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઇમર્જન્સી જાહેર કરી
કોરના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે.
વોશિંગ્ટન: કોરના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ઇમર્જન્સી લાગુ થતાં અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે. જ્યારે 1740 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, યુરોપ હવે કોરોના વાઈરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે
અમેરિકામાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો આ વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે અને 41 લોકોના મોત થઇ ચૂકયા છે. એવામાં અમેરિકા જેવા વિકસિત અને સુવિધા સંપન્ન દેશ માટે પણ આ વાયરસ મોટો પડકાર બન્યો છે. આની પહેલાં સ્પેને પણ દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.
કોરોના વાયરસના કારણે ભારતમાં પણ બે લોકોના મોત થયા છે. ભારતમાં કોરના વાયરસના કેસની સંખ્યા વધીને 82 પર પહોંચી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે મોટાભાગના રાજ્યોમાં 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજ અને થિયેટરોને બંધ રાખવાના આદેશ આપવામા આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion