Mexico Firing : કાર શો દરમિયાન અચાનક થયું અંધાધૂંધ ફાયરિંગ,10 રેસર્સના મોત 9થી વધુ ઘાયલ
મેક્સિકોમાં કાર રેસિંગ શો ચાલી રહ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. ત્યારે કેટલાક હુમલાખોરોએ ગ્રીન વાનમાં ગોળીબાર કર્યો હતો.
Mexico Firing :મેક્સિકોમાં કાર રેસિંગ શો ચાલી રહ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. ત્યારે કેટલાક હુમલાખોરોએ ગ્રીન વાનમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 10 કાર રેસરોનાં મોત થયા હતા. જ્યારે 9થી વધુ ઘાયલ થયા હતા.
ઉત્તર અમેરિકામાં પડતા મેક્સિકોમાં ભીષણ ગોળીબારની ઘટના બની છે. જેમાં 10 રોડ રેસરના મોત થયા છે જ્યારે 9 ઘાયલ થયા છે. ઉત્તરી મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં શનિવારે એક કાર શોમાં ગોળીબાર થયો હતો. પ્રારંભિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના વિવાદ બાદ ગોળીબાર થયો હતો. આમાં 10 રોડ રેસર્સના મોત થયા છે. અમેરિકા દાયકાઓથી આ સંકટનો સામનો કરી રહ્યું છે. ફાયરિંગની ઘટનાઓ અહીં સામાન્ય બની ગઈ છે. ઘણી વખત આ એક રાજકીય મુદ્દો પણ બન્યો છે પરંતુ તેમ છતાં ગન કલ્ચર પર બ્રેક નથી લાગતી.
અમેરિકામાં ગન કલ્ચરના કારણે અનેક વખત નિર્દોષ જીવ ગુમાવે છે. ક્યારેક જાહેર સ્થળોએ તો ક્યારેક બાર, ક્લબ, રેસ્ટોરન્ટમાં અંધાધૂધ ફાયરિંગની ઘટના બને છે. જેમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. આવી જ એક ઘટના મેક્સિકોમાં પણ બની છે. જ્યાં 10 રેસર્સના મોત થયા છે. કેલિફોર્નિયા રાજ્યના એટર્ની જનરલે કહ્યું કે હુમલો એન્સેનાડા શહેરના સાન વિસેન્ટ વિસ્તારમાં ઓલ-ટેરેન કાર રેસિંગ શો દરમિયાન થયો હતો.
મળતી માહિતી મુજબ હુમલાખોરો મોટી બંદૂકોથી સજ્જ હતા. હુમલાખોરો ગ્રે વાનમાંથી બહાર આવ્યા અને ગોળીબાર કર્યો. માહિતી મળ્યા બાદ પ્રશાસનના હાથ-પગ પણ ફૂલી ગયા હતા. મ્યુનિસિપલ અને રાજ્ય પોલીસ, મરીન, ફાયર બ્રિગેડ અને મેક્સિકન રેડ ક્રોસ તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના 9 લોકોની હાલત હજુ પણ નાજુક છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કેટલાક લોકોની હાલત નાજુક છે. અમેરિકન સરકારે હવે આમાં કોઈ મોટો નિર્ણય લેવો જોઈએ. નહિંતર, રોજબરોજ આવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંકથી આવતા રહેશે.
Wrestlers Protest: 'ફેસલો કરવામાં આવશે તો દેશ માટે સારું નહીં થાય', આજે યોજાનારી મહાપંચાયત પહેલા કુસ્તીબાજોએ આપી ચેતવણી
Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. વિરોધની વધુ રૂપરેખા તૈયાર કરવા માટે હરિયાણામાં રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાવા જઈ રહી છે. આ બધાની વચ્ચે મહિલા રેસલર વિનેશ ફોગાટે પણ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જે દેશ માટે સારો નહી હોય.
કુસ્તીબાજોના સમર્થનમાં આવેલી ખાપ પંચાયતોએ કેન્દ્ર સરકારને 21 મે સુધીનો સમયગાળો આપ્યો હતો. આ સમયમર્યાદા રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. જેના કારણે આજે હરિયાણામાં ખાપની મહાપંચાયત યોજાવાની છે. આ પહેલા શનિવારે (20 મે) વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય.
'નિર્ણયથી દેશને નુકસાન થઈ શકે છે'
વિનેશે કહ્યું કે અમારા વડીલોએ લીધેલો નિર્ણય મોટો હોઈ શકે છે, જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.
કુસ્તીબાજોનું કહેવું છે કે આ સરળ લડાઈ નથી અને અમારે ઘણું સહન કરવું પડ્યું છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જે મુદ્દો એક મિનિટમાં ઉકેલી શકાતો હોત જે એક મહિના પછી પણ ઉકેલાયો નથી.
રેસલર્સનો આરોપ - મેચ જોવાની મંજૂરી નથી
આ દરમિયાન કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમને શનિવારે દિલ્હીમાં યોજાનારી IPL મેચ જોવાથી રોક્યા હતા. જેના પર દિલ્હી પોલીસે કહ્યું કે માન્ય ટિકિટ ધરાવતા કોઈ પણ કુસ્તીબાજને અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL મેચ જોવાથી રોકવામાં આવ્યા નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 10 થી 12 કુસ્તીબાજો અને અન્ય લોકો મેચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર પાંચની જ ટિકિટ હતી. અધિકારીએ કહ્યું કે ટિકિટ કે 'પાસ' વગરના લોકોને પ્રવેશની મંજૂરી નથી.
આ પણ વાંચો: Wrestlers Protest: ચેતવણી બાદ કુસ્તીબાજો હવે નિકાળશે કેન્ડલ માર્ચ! સાક્ષી મલિકે ખાપ પંચાયતને કરી અપીલ
Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. હવે કુસ્તીબાજોએ 23મી મેના રોજ હડતાળને એક મહિનો પૂરો થવા પર ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.
23 મેના રોજ કુસ્તીબાજોના પ્રદર્શનને એક મહિનો પૂરો
જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના પ્રતિનિધિ તરીકે સાક્ષી મલિક મહેમના ચૌબીસી ચબૂતરામાં આયોજિત ખાપ પંચાયતમાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વિરોધને 29 દિવસ થઈ ગયા છે. તેમ છતાં કોઈ સુનાવણી થઈ નથી.
સાક્ષી મલિક પહોંચી ખાપ પંચાયત
વિરોધની આગળની રૂપરેખા તૈયાર કરવા માટે રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાઈ રહી છે. સાક્ષી મલિક સાથે તેના પતિ અને કુસ્તીબાજ સત્યવ્રત કડિયાન પણ આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા. ખાપ પંચાયતમાં પણ વધુ મહિલાઓ પહોંચી રહી છે. ખાપ સામે પોતાની વાત રાખતા સાક્ષીએ કહ્યું કે તેને ખાસ સપોર્ટની જરૂર છે. એક મહિના જેટલો સમય થવા આવ્યો છે અને હજુ સુધી ન્યાય મળ્યો નથી.
સાક્ષી મલિકે શું કહ્યું?
સાક્ષીએ માંગ કરી હતી કે બ્રિજભૂષણ શરણ સિંહને ફેડરેશનમાંથી હાંકી કાઢવામાં આવે. તે ખેલાડીઓના મેડલની કિંમત 15 રૂપિયા હોવાનું જણાવી રહ્યો છે. તેમના આવા નિવેદનો તેમની માનસિકતા પર સવાલ ઉભા કરે છે. સાક્ષીએ કહ્યું કે ખાપ પંચાયતના તમામ લોકોએ આવવું જોઈએ અને કેન્ડલ માર્ચમાં અમારું સમર્થન કરવું જોઈએ. તેણે કહ્યું કે ખેલાડીઓએ આ યુદ્ધ શાંતિથી લડવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચેતવણી આપી હતી
વિનેશ ફોગાટે આપી હતી ચેતવણી
આ પહેલા શનિવારે વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.