100% Paperless in Dubai: વિશ્વની પ્રથમ ‘પેપરલેસ’ સરકાર બની દુબઈ, કાગળનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરાત કરી હતી કે દુબઈ સરકાર 100% પેપરલેસ થનારી વિશ્વની પ્રથમ સરકાર બની છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરાત કરી હતી કે દુબઈ સરકાર 100% પેપરલેસ થનારી વિશ્વની પ્રથમ સરકાર બની છે. જેના પરિણામે 1.3 બિલિયન દિરહામ ($350 મિલિયન) અને 14 મિલિયન મજૂર કલાકોની બચત થઈ છે. દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે 100% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવા પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે.
શેખ હમદાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટલાઇઝ કરવા માટે દુબઇની યાત્રામાં એક નવા તબક્કાની શરૂઆત છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સરકારની પેપરલેસ પોલિસી પાંચ તબક્કામાં લાગુ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, છેલ્લા તબક્કાના અંત સુધીમાં, તમામ 45 સરકારી સંસ્થાઓમાં પણ પેપરલેસ નીતિ લાગુ કરવામાં આવી હતી.
દુબઈ સરકારને આ પોલિસીથી ઘણો ફાયદો થશે. પેપરલેસ થવાથી માત્ર પૈસા જ નહીં પરંતુ માનવશક્તિની પણ બચત થશે. દુબઈ સરકાર હવે દર વર્ષે લગભગ 2700 કરોડ રૂપિયા બચાવી શકે છે. આ પહેલનો પાયો 2018માં નાખવામાં આવ્યો હતો, જેને પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ એક પ્રશંસનીય પગલું માનવામાં આવે છે. દુબઈના ક્રાઉન પ્રિન્સે તેને નવા યુગની શરૂઆત ગણાવી છે. તેમણે કહ્યું કે આગામી 5 દાયકામાં સરકાર ડિજિટલ સેવાઓના આધુનિકીકરણ અને સુવિધા માટે કામ કરશે.
દુબઈમાં કાગળનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘણા પશ્ચિમી દેશો છે જેઓ આ ધ્યેય હાંસલ કરવા માંગે છે, જેમ કે યુકે, યુએસ, કેનેડા. આ દેશો તેમની ટેક્નોલોજી અને સેવાઓને આધુનિક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સાયબર સિક્યોરિટી પ્રત્યે વધી રહેલા જોખમોને કારણે તેમના માટે આ રસ્તો સરળ નથી. ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશ પણ હેકિંગનો શિકાર બન્યા છે. દુબઈમાં કાગળનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.