France Lockdown: કોરોનાના કહેરથી વિશ્વના આ જાણીતા દેશે લાદી દીધું એક મહિનાનું લોકડાઉન, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે
France Lockdown Update: ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં તેમણે કહ્યું હતું કે આ સમય દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખોલવા દેવામાં આવશે અને લોકોએ ઓફિસના બદલે ઘરેથી કામ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જાહેર સભાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. લોકો તેમના ઘરથી 10 કિલોમીટરથી વધુ દૂર યોગ્ય કારણ વિના નહીં જઈ શકે.
પેરિસઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનું (Coronavirus) સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ફ્રાંસમાં કોરોના વાયરસના (France Corona Cases) વધતા જતા કેસોએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. કોરોનાના વધતા ચેપ વચ્ચે ફ્રાન્સમાં ચાર અઠવાડિયાના લોકડાઉન (France Lockdown) લાદવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (French President Emmanuel Macron) કોરોના પર કાબુ મેળવવા માટે દેશભરમાં ચાર અઠવાડિયાનું લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉનના આદેશ બાદ હવે તમામ શાળાઓ ચાર અઠવાડિયા માટે બંધ રહેશે.
Work From Home નો આદેશ
ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં તેમણે કહ્યું હતું કે આ સમય દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખોલવા દેવામાં આવશે અને લોકોએ ઓફિસના બદલે ઘરેથી કામ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જાહેર સભાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. લોકો તેમના ઘરથી 10 કિલોમીટરથી વધુ દૂર યોગ્ય કારણ વિના નહીં જઈ શકે.
ફ્રાંસમાં શું છે કોરોનાની સ્થિતિ
મેક્રોને કહ્યું કે દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે પરંતુ તેને નિયંત્રિત કરવું મુશ્કેલ નથી, તેથી લોકોને ડરવાની જરૂર નથી. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ, ફ્રાંસમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 46.46 લાખ પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કોરાના વાયરસના કારણે 95,502 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાના કારણે હાલ આઈસીયુમાં 5000 લોકો દાખલ છે.
ફ્રાંસમાં કેમ વધી રહ્યા છે કેસ
તાજેતરમાં ફ્રાંસમાં કોરોના વાયરસના નવા યુકે વેરિએન્ટના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. 31 માર્ચના રોજ ફ્રાંસમાં કોરોનાના 29,575 કેસ નોંધાયા હતા.
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના ટોપ ગિયરમાં, છેલ્લા 5 દિવસમાં જ નોંધાયા અધધ કેસ