ગૂગલ, ફેસબુક જેવી ટેકનોલૉજી કંપનીઓ પર 15 ટકા ટેક્સ લગાવવાનો ફેંસલો, G-7 દેશોની વચ્ચે થયો ઐતિહાસિક કરાર
જી-7 ગૃપે ગૂગલ, ફેસબુક, એપ અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓ પર 15 ટકા સુધી ટેક્સ લગાવવાનો ઐતિહાસિક વૈશ્વિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી-7 ગૃપમાં સામેલ સાત દેશ છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન.
લંડનઃ દુનિયાના સૌથી અમીર સાત દેશોની મલ્ટીનેશનલ ટેકનોલૉજી કંપનીઓ પર વધુ ટેક્સ લગાવવાનો ફેંસલો કર્યો છે. જી-7 ગૃપે ગૂગલ, ફેસબુક, એપ અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓ પર 15 ટકા સુધી ટેક્સ લગાવવાનો ઐતિહાસિક વૈશ્વિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી-7 ગૃપમાં સામેલ સાત દેશ છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન.
બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે કહ્યું કે - જી-7 ગૃપના દેશોના નાણાં મંત્રીઓએ લંડનમાં બેઠકોના બીજા અને અંતિમ દિવસે કરાર પર હસ્તાક્ષર કર્યા. સુનકે કહ્યું- મને એ વાતનો આનંદ છે કે આજે વૈશ્વિક કરાધાન પ્રણાલીમાં સુધારા માટે ઐતિહાસિક કરાર કર્યો છે. આમાં એ નક્કી થશે કે યોગ્ય કંપનીઓ યોગ્ય સ્થાન પર યોગ્ય કરની ચૂકવણી કરે.
અમેરિકન નાણાંમંત્રી જેનેટ યેલેન પણ લંડનની બેઠકમાં સામેલ થય. યેલેને કહ્યું કે, આ કરાર 15 ટકાની વૈસ્વિક દર પર પહોંચવાની પ્રક્રિયાને ગતિ આપશે. આનાથી કર ઘટાડવાની ઉલ્ટી સ્પર્ધા અટકશે. અમેરિકા અને દુનિયાના અન્ય દેશોમાં મધ્યમ વર્ગ અને કામકાજી લોકોની સાથે ન્યાય નક્કી થશે. જી-7 ગૃપે ગૂગલ, ફેસબુક, એપ અને અમેઝોન જેવી મોટી અમેરિકન કંપનીઓ પર 15 ટકા સુધી ટેક્સ લગાવવાનો ઐતિહાસિક વૈશ્વિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી-7 ગૃપમાં સામેલ સાત દેશ છે. બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન.
શિખર બેઠકમાં લાગશે મહોર
નાણાં મંત્રીઓની આ બેઠક જી-7 ગૃપના નેતાઓની વાર્ષિક બેઠકની પહેલા થઇ છે. આ કરાર પર જી-7ની શિખર બેઠકમાં મહોર લાગશે. શિખર સંમેલન બ્રિટનના વડાપ્રધાન બૉરિસ જોનસનન અધ્યક્ષતામાં 11-13 જૂન સુધી કોર્નવાલમાં આયોજિત કરવામાં આવશે. બ્રિટન બન્ને બેઠકોની મેજબાની કરી રહ્યું છે. જી-7 પર ઓછી આવક વાળા દેશોને રસી ઉપલબ્ધ કરાવવા પર દબાણ પડી રહ્યો છે. ટેક્ના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય ચર્ચા અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડેન દ્વારા વૈશ્વિક 15 ટકા ટેક્સ રેટના વિચારને સમર્થન બાદ શરૂ થઇ હતી.