શોધખોળ કરો
પાકમાં જેહાદિયોની સરકાર બની તો ભયંકર સ્થિતિનું નિર્માણ થશે: હિલેરી ક્લિંટન

વોશિંગટન: અમેરિકાની ડેમોક્ર્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિંટને કહ્યું કે પાકિસ્તાનમાં જેહાદિયોની સરકાર બનશે તો તેની પહોંચ પરમાણું શસ્ત્રો સુધી પહોંચી જશે, જેના કારણે ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અને પરમાણુ બોંમ્બનો આત્મધાતી હુમલો થઈ શકે છે. હિલેરીએ કહ્યું પાકિસ્તાન ભારત સાથેના તણાવ અને વિરોધના લીધે નાના પરમાણુ શસ્ત્રોનો વિકાસ ઝડપથી કરી રહ્યું છે. તેમણે કહ્યું અમને ભય છે કે પાકિસ્તાનમા સતા પલટ થઈ શકે છે અને સતા પર જેહાદિયોનો કબ્જો આવી શકે છે. આ સ્થિતિ ભયંકર હશે. હિલેરી ક્લિંટનનું આ નિવેદન ન્યૂયોર્ક ટાઈમ્સે પ્રકાશિત કર્યું છે.
વધુ વાંચો



















