‘કેનેડામાં દૂતાવાસ સામે હિંસા, સ્મોક બોંબ ફેંકાયા, આવું બીજા દેશ સાથે થયું હોત તો...’, અમેરિકામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર
India-Canada Row: વિદેશ મંત્રી એસ જયશંકરે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ભારત માને છે કે કેનેડામાં હિંસા અને ભયનું વાતાવરણ છે, જરા તેના વિશે વિચારો.
India-Canada Tension: વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું કે કેનેડામાં જે પણ થઈ રહ્યું છે તે સામાન્ય થવું જોઈએ નહીં. કેનેડામાં જે થઈ રહ્યું છે તે અંગે સવાલ ઉઠાવતા, કહ્યું જો તે બીજે ક્યાંક થયું હોત તો શું દુનિયા તેને સ્વીકારત? એસ જયશંકરે વધુમાં કહ્યું કે કેનેડા એક એવો દેશ બની ગયો છે જ્યાં ભારતમાંથી સંગઠિત અપરાધ, લોકોની દાણચોરી, અલગતાવાદ અને હિંસાનો સમન્વય છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે આગળ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ભારત માને છે કે કેનેડામાં હિંસા અને ભયનું વાતાવરણ છે, જરા તેના વિશે વિચારો. અમારા દૂતાવાસ પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા છે. અમારા કોન્સ્યુલેટની સામે હિંસા થઈ રહી છે અને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં, લોકોને ડરાવવામાં પણ આવ્યા છે. શું તમે લોકો આને સામાન્ય માનો છો? જો આવું કોઈ અન્ય દેશ સાથે થયું હોત તો શું પ્રતિક્રિયા હોત?
શું એસ જયશંકરે કંઈ કહ્યું?
એસ જયશંકરનું કહેવું છે કે કેનેડાના વડાપ્રધાને જે રીતે ખાનગી અને જાહેરમાં આક્ષેપો કર્યા તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે કેનેડાએ ખાલિસ્તાનીઓને અંકુશમાં લેવા જોઈએ. ભારતના કડક વલણ બાદ કેનેડાના જસ્ટિન ટ્રુડોએ પણ યુ-ટર્ન લીધો છે. સૌથી મોટી વાત એ છે કે વારંવાર આક્ષેપો કરવા છતાં જસ્ટિન ટ્રુડો એક પણ પુરાવો રજૂ કરી શક્યા નથી.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ભારતનું વલણ પણ આક્રમક હતું. આ બધા વચ્ચે કેનેડામાં જસ્ટિન ટ્રુડો પર સવાલો ઉઠવા લાગ્યા, તેમના જ સાંસદોએ સવાલો ઉઠાવ્યા. વિપક્ષી નેતાઓએ પુરાવા માંગ્યા. હવે જસ્ટિન ટ્રુડો ખુદ ભારતને મહાસત્તા ગણાવીને મિત્રતાને નવી ઊંચાઈએ લઈ જવાની હિમાયત કરી રહ્યા છે.
ભારત-એમેરિકા સંબંધને લઈ શું કહ્યું વિદેશ મંત્રીએ
#WATCH | Washington, DC: On India-US relations, at the 'Colors of India' event, EAM Dr S Jaishankar says, "...It's hard for me today, really, to put a limit on it, to define it, to even voice expectations...Today in every way this relationship has exceeded expectations, which is… pic.twitter.com/QaiNS0fhpO
— ANI (@ANI) October 1, 2023