India Canada Tension: ‘અમે વિવાદ આગળ વધારવા નથી માંગતા,’ ભારતની લાલ આંખ બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના બદલાયા સૂર
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા ભારત સાથે વિવાદને વધારવા માંગતું નથી." તે નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાણ કરવાનું ચાલુ રાખશે
India Canada Conflict: ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, મંગળવારે (3 ઓક્ટોબર) કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે અમે વિવાદને વધુ આગળ વધારવા માંગતા નથી.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, "કેનેડા ભારત સાથે વિવાદને વધારવા માંગતું નથી." તે નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાણ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતમાં કેનેડિયન પરિવારોને મદદ કરવા ત્યાં આવવા માંગીએ છીએ.
ટ્રુડોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સૂત્રોએ મંગળવારે (3 ઓક્ટોબર) જણાવ્યું હતું કે ભારત સરકારે કેનેડાને કહ્યું છે કે 40 રાજદ્વારીઓ દેશ છોડી દે, નહીં તો રાજદ્વારીઓને આપવામાં આવેલી પ્રતિરક્ષા સમાપ્ત કરવામાં આવશે. સરકારે 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તાજેતરમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડા પાસે ભારતમાં જરૂરિયાત કરતાં વધુ રાજદ્વારીઓ છે, તેથી સંતુલન બનાવવાની જરૂર છે.
Canada is not looking to escalate the situation with India, will continue to engage responsibly and constructively with New Delhi. We want to be on the ground in India to help the Canadian families there- PM Justin Trudeau: Reuters
— ANI (@ANI) October 3, 2023
(file photo) pic.twitter.com/XkEadRDjla
કેવી રીતે શરૂ થયો ભારત અને કેનેડા વચ્ચે વિવાદ?
ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ તાજેતરમાં સામે આવ્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. ભારત સરકારે આ દાવા પર આકરી પ્રતિક્રિયા આપી અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે આરોપો રાજનીતિથી પ્રેરિત છે. કેનેડા અલગતાવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ભારતે એમ પણ કહ્યું કે એલર્ટ હોવા છતાં કેનેડાની સરકારે આવા તત્વો સામે પગલાં લીધાં નથી.
એસ જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, “કેનેડિયનોએ કેટલાક આક્ષેપો કર્યા છે. અમે તેમને કહ્યું છે કે આ ભારત સરકારની નીતિ નથી, પરંતુ જો તેઓ અમારી સાથે સંબંધિત માહિતી શેર કરવા તૈયાર છે તો અમે તેની તપાસ કરવા પણ તૈયાર છીએ.
બોટાદ જિલ્લામાં 2 પી.આઈ, 6 પી.એસ.આઈની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા