Canada: કેનેડાની સંસદમાં બોલ્યા PM ટ્રુડો , ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં સામેલ હોઇ શકે છે ભારત
હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના કનેક્શનની તપાસમાં વ્યસ્ત છે.
"Credible allegations of potential link": Canadian PM Trudeau accuses India of being behind killing of Khalistani terrorist
— ANI Digital (@ani_digital) September 18, 2023
Read @ANI Story |https://t.co/76XZhpJGlw#Canada #JustinTrudeau #India #HardeepSinghNijjar pic.twitter.com/NkK5zhfhtP
ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધતા ટ્રુડોએ કહ્યું હતુ કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.
ટ્રુડોએ કહ્યું કે પોતાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે જેના દ્વારા લોકશાહી સમાજ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો ગુસ્સામાં છે અને કદાચ ડરી ગયા છે. તેથી અમને બદલવા માટે મજૂબત કરશો નહીં.
નોંધનીય છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની 18 જૂનના રોજ કેનેડાના સરેમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતા અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીની શક્યતાની તપાસ કરી રહી છે