શોધખોળ કરો

Iran Hijab Protest: ઇરાનમાં બે લોકોને ફાંસી અપાઇ, ડિસેમ્બરની શરૂઆતમાં અપાઇ હતી મોતની સજા, જાણો શું છે કારણ?

મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા

Iran Executes Two Men: ઈરાને તેના બે નાગરિકોને ફાંસી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને દેશમાં મોટા પાયે હિજાબ વિરોધી વિરોધ પ્રદર્શનના સંબંધમાં બે લોકોને ફાંસી આપવાનો નિર્ણય કર્યો છે. ન્યાયતંત્ર અનુસાર, દેશમાં મોટા પાયે હિજાબ વિરોધી વિરોધ દરમિયાન અર્ધલશ્કરી દળના એક સભ્યની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા બાદ બે લોકોને ફાંસી આપવામાં આવી હતી.

મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. હિજાબ પહેરવાના વિરોધ દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે.

ઈરાનમાં બે લોકોને ફાંસી

સમાચાર એજન્સી મિઝાન ઓનલાઈનના અહેવાલ મુજબ, મોહમ્મદ મહદી કરીમી અને સૈયદ મોહમ્મદ હુસૈનીને શનિવારે (7 જાન્યુઆરી) સવારે ફાંસી આપવામાં આવી છે. આ બંનેને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના સભ્ય રૂહોલ્લાહ અજામિનની હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. બંને લોકોને ડિસેમ્બરની શરૂઆતમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને આ અઠવાડિયે ઈરાનની ટોચની અદાલતે તેમની સજાને યથાવત રાખી હતી.

500 થી વધુ પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા

નોંધનીય છે કે 22 વર્ષીય મહસા અમીનીની પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. સપ્ટેમ્બરમાં મહસાના મૃત્યુ બાદ ઇરાનમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ઈરાનમાં માનવાધિકાર કાર્યકર્તાઓ અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 500 થી વધુ દેખાવકારો માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ સરકાર વિરોધી દેખાવો માટે હજારો લોકોની ધરપકડ કરી હતી.

અત્યાર સુધીમાં 14 લોકોને મોતની સજા અપાઇ

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, ઈરાનમાં હિજાબ વિરુદ્ધ વિરોધની શરૂઆત થઈ ત્યારથી અદાલતોએ પ્રદર્શનોના સંબંધમાં 14 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી છે, જેમાંથી ચારને ફાંસી આપવામાં આવી છે.

Layoffs in 2023: મુશ્કેલીભર્યુ રહેશે વર્ષ 2023 ? માત્ર 6 દિવસોમાં જ આટલા કર્મચારીઓની ગઇ નોકરી, જાણો

Employees Layoff in 2023: આર્થિક મંદીની આશંકા અને કૉવિડ-19ની વાપસીની વચ્ચે દુનિયા અટવાયેલી છે, અત્યારે દુનિયાભરમાં ભયનો માહોલ છે, એકબાજુ મંદીના કારણે નોકરીઓમાં છટ્ટણી થઇ રહી છે, તો બીજી બાજુ કોરોનાના કારણે લોકો જીવ બચાવવા માટે મથી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે છટ્ટણીને લઇને એક મોટા રિપોર્ટ સામે આવ્યા છે, તે પ્રમાણે કહી શકાય કે વર્ષ 2023 લોકો માટે મુશ્કેલીભર્યુ રહેશે.

રિપોર્ટ પ્રમાણે, નવા વર્ષ એટલે ક 2023માં માત્ર 6 દિવસોમાં એટલા લોકોની નોકરી ગઇ છે, જેટલા આખા ડિસેમ્બરમાં લોકોએ ગુમાવી હતી. આખી દુનિયામાં જાન્યુઆરીના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં 30 હજાર લોકોએ નોકરી ગુમાવી દીધી છે. જે ડિસેમ્બરની સરખામણીમાં બેગણી છે. હવે આવનારા સમયમાં કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Trump: ઇરાનમાં તબાહી બાદ હવે ટ્રમ્પના ટાર્ગેટ પર આ દેશ, તૈનાત કર્યુ અમેરિકન યુદ્ધપોત
Trump: ઇરાનમાં તબાહી બાદ હવે ટ્રમ્પના ટાર્ગેટ પર આ દેશ, તૈનાત કર્યુ અમેરિકન યુદ્ધપોત
'નાજુક મોડ પર...', ટ્રમ્પે US-ઇરાન પીસ ટૉક પર બધુ સ્પષ્ટ કરી દીધું, તેહરાનને આપ્યુ અલ્ટીમેટમ
'નાજુક મોડ પર...', ટ્રમ્પે US-ઇરાન પીસ ટૉક પર બધુ સ્પષ્ટ કરી દીધું, તેહરાનને આપ્યુ અલ્ટીમેટમ

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Embed widget