Moscow Concert Hall Attack: ગોળીબાર અને બોમ્બમારા બાદ 70ના મોત, ISIS એ જવાબદારી લઈ કહી આ વાત
આતંકવાદી સંગઠન ISISએ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે તેના લડવૈયાઓએ ક્રોકસ શહેરમાં ખ્રિસ્તીઓની મોટી ભીડ પર હુમલો કર્યો હતો.
Moscow Concert Hall Attack: રશિયાના મોસ્કોમાં કોન્સર્ટ હોલમાં થયેલા હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 70 થઈ ગઈ છે. આ માહિતી શનિવારે (23 માર્ચ, 2024) સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @spectatorindex દ્વારા આપવામાં આવી હતી. આતંકવાદી હુમલા દરમિયાન, ગોળીબાર અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાં 145 લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન, આતંકવાદી સંગઠન ISISએ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે તેના લડવૈયાઓએ ક્રોકસ શહેરમાં ખ્રિસ્તીઓની મોટી ભીડ પર હુમલો કર્યો હતો.
INDIA STAND WITH RUSSIA 🇮🇳#RussiaisATerroistState #Moscow pic.twitter.com/QqxYnqBjy8
— Chandan Sharma (@ChandanSharmaG) March 22, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણથી ચાર બંદૂકધારીઓએ એક સાથે લોકો પર ગોળીબાર શરૂ કર્યો. કટોકટી સેવાઓ મંત્રાલયે જણાવ્યું હતું કે ગોળીબાર પછી, લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
🚨#BREAKING:
Israeli Mossad backed ISIS carried a massive terrorist attack in Moscow Russia.
Israel failed to drag Iran into the war and now purposely dragging Russia to get the support from US.
The question is Will Now Putin retaliate this?? pic.twitter.com/DnA5afqk5i — CuriousCitizen (@Hajra2992) March 23, 2024
રશિયન મીડિયા અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે હોલમાં વિસ્ફોટ થયો હતો અને ભારે આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર આતંકીઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. જો કે હજુ સુધી બંધકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ISIS claims responsibility for terror attack on Moscow concert hall; US claims of warning Russia about impending attack
— ANI Digital (@ani_digital) March 23, 2024
Read @ANI Story | https://t.co/khlVPmGUi2#RussiaAttack #IslamicState #MoscowConcertHall pic.twitter.com/QxjG7X9XQC
રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે આતંકવાદી હુમલો
રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવતા તેની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવી જોઈએ. મોસ્કોના મેયરે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હુમલા બાદ મોસ્કોમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રશિયન એજન્સીઓએ મોસ્કોમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. જોકે, તેમણે કહ્યું કે આ હુમલો યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત હોવાના તાત્કાલિક કોઈ સંકેત મળ્યા નથી.
Looking Like 26/11 Mumbai Attack
— Chandan Sharma (@ChandanSharmaG) March 22, 2024
So Sad 😭#Moscow pic.twitter.com/PFznX7k6k4