Israel-Hamas War: ઇઝરાયલની સૈન્યનો દાવો, લેબનોન તરફથી થઇ ઘૂસણખોરી, લોકોને ઘરમાં રહેવાની ચેતવણી
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં બંને તરફથી લગભગ 3,600 લોકોએ જીવ ગુમાવ્યા છે
Israel-Hamas War: સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ઈઝરાયેલ-ગાઝા યુદ્ધના પાંચમા દિવસે (બુધવાર, 11 ઓક્ટોબર) મૃત્યુઆંક લગભગ 3,600 પર પહોંચી ગયો છે. દરમિયાન, ઇઝરાયેલના સૈન્યએ દાવો કર્યો હતો કે લેબનોનથી દેશના એરસ્પેસમાં શંકાસ્પદ ઘૂસણખોરી થઈ છે.
સેનાના હોમ ફ્રન્ટ કમાન્ડે લેબનોનની સરહદ નજીક દેશના ઉત્તર ભાગમાં આવેલા બીટ શીન, સફેદ અને તિબરિયાસ શહેરોના રહેવાસીઓને મોટા પાયે હુમલાના ભયને કારણે આગામી સૂચના સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, ઉત્તરીય સરહદ નજીકના ઘણા શહેરોમાં રોકેટ સાયરન પણ સતત વાગતા રહ્યા હતા.
VIDEO: Israeli tanks are deployed in Upper Galilee, near border with Lebanon.
A salvo of rockets was fired from south Lebanon towards Israel on Tuesday, prompting Israeli attacks on positions belonging to Hezbollah and retaliatory fire pic.twitter.com/upfv41D7rJ— AFP News Agency (@AFP) October 11, 2023
હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર મિસાઈલો છોડી
એએફપીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અગાઉ લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે કહ્યું હતું કે વધતા સરહદી તણાવ વચ્ચે આ સપ્તાહની શરૂઆતમાં ઈરાન સમર્થિત જૂથના ત્રણ સભ્યો માર્યા ગયા બાદ તેણે ઈઝરાયેલ પર મિસાઈલો છોડી હતી. જે બાદ ઇઝરાયલ તરફથી વળતી કાર્યવાહી કરવામાં આવી હતી.
Dozens of foreigners were among those killed, injured or taken hostage during a surprise attack on Israel by the Palestinian militant group Hamas.
— AFP News Agency (@AFP) October 10, 2023
Many of the missing were at a music festival in the southern Israeli desert.
Here is what we know so far: https://t.co/LJ0teNGbGe pic.twitter.com/cMhH4tP7gL
રિપોર્ટમાં હિઝબુલ્લાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે "હિઝબુલ્લાહે યહૂદી (ઇઝરાયેલ) હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને ગાઇડેડ મિસાઇલોથી ધાયરા ગામને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઘણા લોકો શહીદ થયા. ઇઝરાયેલે કહ્યું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહની લશ્કરી પોસ્ટ્સમાંથી એક પર હુમલો કર્યો હતો.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં બંને તરફથી લગભગ 3,600 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધ વચ્ચે ગાઝાના એકમાત્ર પાવર પ્લાન્ટમાં ઇંધણ સમાપ્ત થઈ ગયું અને ત્યાંનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ સિવાય ઈઝરાયલે વીજળી પણ કાપી નાખી હતી. જેના કારણે ગાઝામાં સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.