શોધખોળ કરો
Advertisement
ભારતની એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત ? જાણો વિગત
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનુ મોત થયુ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આતંકના આકા મસૂદ અઝહરનું ગઇકાલે મોત થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર મસૂદ અઝહરના મોતની ખબર વાયરલ થઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મસૂદ અઝહર 2જી માર્ચના રોજ ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની આર્મીની હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. તે કિડની અને ડાયાલિસીસની તકલીફોથી પીડાઇ રહ્યો
સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર, આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન પૂરો સપોર્ટ કરી રહ્યું હતું, અને પાકિસ્તાનની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રો અનુસાર, આ આતંકી છેલ્લા 2-3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો.
અન્ય એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતે જ્યારે એર સ્ટ્રાઈક કરી ત્યારે મસૂદ અઝહર પણ આ આતંકી કેમ્પમાં હાજર હતો, અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે, જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે, મસૂદ અઝહરનું મોત થયું છે, માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલન ચલન કરી શકે તેમ નથી. CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરેશીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર અમે જૈશ-એ-મોહમ્મદને પુલવામાં હુમલા સાથે કઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે ભારત જો પુરાવા સોંપે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું. ભારતે પુલવામાં થયેલા હુમલાના આરોપી જૈશના કમાન્ડર મસૂદ અઝહર વિરુદ્ધ તમામ પુરાવા સાથે પાકિસ્તાનને ડૉઝિયર સોપ્યું છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માગણી કરી હતી.Intense speculation made the rounds about #MasoodAzhar's whereabouts on Mar 3 with a report of him getting killed in the bombardment by #IndianAirForce on a #terrorcamp in #Balakot going viral, but there was no confirmation from any authoritative sources.
Photo: IANS pic.twitter.com/Igq9k6THyF— IANS Tweets (@ians_india) March 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion