શોધખોળ કરો
PNB કૌભાંડ: નીરવ મોદી કેસમાં મુખ્ય તપાસ અધિકારી સત્યવ્રત કુમારની બદલી

લંડન: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના કેસમાં મુખ્ય તપાસ અધિકારી સત્યવ્રત કુમારની ઈડીએ ટ્રાન્સફર કરી દિધી છે. તેનું નીરવ મોદી કેસ પર મોટી અસર પડી શકે છે, કારણ કે સત્યવ્રત કુમાર શરૂઆતથી જ આ કેસ સાથે જોડાયેલા હતા. જોઈન્ટ ડાયરેક્ટર સત્યવ્રત નીરવ મોદી કેસની તપાસ માટે લંડનમાં જ છે. લંડનમાં આજે નીરવ મોદી કેસમાં પ્રત્યર્પણ અને જામીન અરજી પર સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે 14 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી નીરવ મોદીને 19 માર્ચે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેણે બ્રિટેનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાં આજે સુનાવણી છે. ઈડીએ નીરવ મોદીના પ્રત્યર્પણની અરજી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આપી છે. નીરવ મોદી જાન્યુઆરી 2018થી ભારતમાંથી ફરાર થઈ ગયો છે. નીરવ મોદી અને તેના મામા મેહૂલ ચોક્સી સામે ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે.BREAKING NEWS: नीरव मोदी केस की जांच कर रहे ED के ज्वाइंट डायरेक्टर सत्यव्रत कुमार को उनके पद से हटाया गया. सत्यव्रत कुमार अभी नीरव मोदी केस के मामले में लंदन में हैं. लंदन में आज नीरव मोदी केस की सुनवाई भी है.#NiravModi #ED pic.twitter.com/OicWs2iWvL
— ABP न्यूज़ हिंदी (@abpnewshindi) March 29, 2019
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















