શોધખોળ કરો
વિશ્વના આ જાણીતા મોટા દેશે આર્થિક પેકેજની કરી જાહેરાત, હોટલમાં જમવા જતા લોકોને મળશે 50 ટકાની છૂટ
કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાદ બ્રિટને રેસ્ટોરેંટ ઉદ્યોગને મોટી ભેટ આપી છે.

લંડનઃ બ્રિટનની સરકારે રેસ્ટોરંટ ઉદ્યોગ માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. અહીંયા ઓગસ્ટ સુધી રેસ્ટોરેંટમાં જમનારા લોકોને 50 ટકા છૂટ મળશે. આ માટે 'ઈટ આઉટ ટૂ હેલ્પ આઉટ' યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેનો હેતુ રેસ્ટોરેંટ ઉદ્યોગને ખોટમાંથી બહાર કાઢવાનો અને નોકરી પેદા કરવાનો છે. કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાદ બ્રિટને રેસ્ટોરેંટ ઉદ્યોગને મોટી ભેટ આપી છે. ઈન્ડસ્ટ્રીને ઉગારવા માટે નાણા મંત્રી ઋષિ સુનકે ઈટ આઉટ ટૂ હેલ્પ આઉટ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત રેસ્ટોરંટમાં જમનારાને 50 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત ખોટમાં ચાલી રહેલી રેસ્ટોરેંટને ઉગારવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા છે. જેમાં જમવા-રોકાણ પર લાગનારા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરેંટ માલિકના જણાવ્યા પ્રમાણે, સોશિયલ ડિસ્ટેંસિંગના કારણે હાલ ઉદ્યોગને ફાયદો નથી થઈ રહ્યો. પરિણામે તેમની માંગ પર સરકાર મદદ માટે આગળ આવી અને રાહત પેકેજની જાહેરાત કરી. સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંને લઈ સરકાર મિશ્ર પ્રતિક્રિયા આપી રહી છે. કેટલાક લોકોએ તેને મોટી રાહત આપનારું જણાવ્યું તો અમુકે રેસ્ટોરેંટ ઉદ્યોગને ખોટમાંથી બહાર કાઢવા હજુ ઉપાય કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વધુ વાંચો





















