શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus : બ્રિટન અને ન્યૂયોર્કમાં લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો
ન્યૂયોર્કમાં લોકડાઉન 15 મે સુધી સુધી વધારી દેવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં કોરોના વાયરસના 14,000 થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 30,990 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: ન્યૂયોર્કમાં લોકડાઉન 15 મે સુધી સુધી વધારી દેવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં કોરોના વાયરસના 14,000 થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 30,990 લોકોના મોત થયા છે. બ્રિટનમાં પણ લોકડાઉન ત્રણ સપ્તાહ સુધી વધારી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા સરકારે આ નિર્ણય કર્યો છે.
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 2 લાખ 90 પર પહોંચી છે અને અને 1 લાખ 39 હજાર 400ના મોત થયા છે. મહાશક્તિ અમેરિકા તો કોરોના સામે લાચાર બની ગયું છે. અહીં છેલ્લા 24 કલાકમાં જ 2600થી વધુના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 31 હજારને પાર પહોંચી ગયો છે.
કોરોના મહામારીના કારણે અમેરિકાની આશરે 30 કરોડની વસ્તી ઘરોમાં કેદ છે. સ્પેનના બાર્સિલોનામાં કોરોનાથી મૃતકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે શબગૃહોમાં તાબૂતોની કતાર લાગી ગઈ. શબગૃહોના કર્મચારીઓનું કહેવું છે કે તેમની પાસે આટલા શબને રાખવા માટે ક્ષમતા નથી પરંતું મૃતદેહો આવતા જ રહે છે. આ સ્થિતિ અંતિમ સંસ્કાર માટે પણ કેટલીય પ્રકારની ગાઈડલાઈન જાહેર કરાઈ છે. મૃતદેહને એકવાર બૉડી બેગમાં બંધ કર્યા બાદ તેને બીજીવાર કોઈપણ હાલમાં ખોલવું નહીં.
ઈંગ્લેંડના એક ખાનગી હેલ્થકેયર ગ્રુપે પોતાના સ્ટાફ પર એક નવી દવાનું પરીક્ષણ શરુ કરી દીધું છે. આ પરીક્ષણથી એ જોવાની કોશિશ છે કે શું માણસના શરીરમાં કોરોના વાયરસથી લડતા એંટીબૉડી પેદા કરાઈ શકે છે. આ ટેસ્ટિંગ કિટ દક્ષિણ કોરિયાથી મંગવાઈ રહી છે. આ દવાને લેનારા પર કડક નજર રખાઈ રહી છે. તેની સતત તપાસ થઈ રહી છે જેથી દવાની અસર અને એંટીબૉડી બનવાની પડતાલ થઈ શકે.
આ તરફ જર્મનીના ચાંસલર એંજેલા મર્કેલે એલાન કર્યું છે કે આવતા સપ્તાહથી લૉકડાઉનમાં છૂટછાટ અપાશે. ચાર સપ્તાહ સુધી ચાલેલા લૉકડાઉન બાદ આવતા સપ્તાહે નાની દૂકાનોને ખોલવાની મંજૂરી અપાશે. જો કે સૉશલ ડિસ્ટેન્સિંગના નિયમોનું સખ્તાઈથી લોકોએ પાલન કરવાનું રહેશે. જર્મનીમાં કોરોનાના એક લાખ 34 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ત્રણ હજાર 800થી વધુના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion