પાકિસ્તાનમાં વીઝા ઓફિસમાં TV પર શરૂ થઈ ગઈ એડલ્ટ ફિલ્મ, વીડિયો થયો વાયરલ
International News: કરાચીમાં યુકે ઓફિસમાં લોકો તેમની પ્રવાસ સંબંધિત વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા આવ્યા હતા. આ પછી અચાનક વચ્ચે ટીવી સ્ક્રીન પર એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી.
Pakistan News: પાકિસ્તાનના કરાચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરાચીમાં UK વિઝા ઓફિસમાં ટીવી સ્ક્રીન પર અચાનક એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી ત્યારે લોકો ચોંકી ઉઠ્યા હતા.
પાકિસ્તાનમાં, જ્યારે લોકો તેમના દસ્તાવેજો સાથે લાઇનમાં ઉભા હતા, ત્યારે વિઝા સેન્ટરે આકસ્મિક રીતે મોટી સ્ક્રીન પર એક એડલ્ટ વીડિયો પ્લે કર્યો. આ પછી ત્યાં હાજર લોકોએ આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી લીધી, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
#पटना के बाद #पाकिस्तान में चली एडल्ट फिल्म#viralvideo #VideoViral #VIDEOS pic.twitter.com/mRSTUlcIze
— sumit kumar (@eyeamsumit) November 24, 2023
કરાચીમાં યુકે ઓફિસમાં લોકો તેમની પ્રવાસ સંબંધિત વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા આવ્યા હતા. આ પછી અચાનક વચ્ચે ટીવી સ્ક્રીન પર એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી. મોટી સ્ક્રીન પર દેખાતી પોર્ન ફિલ્મ જોઈને બધા ચોંકી ગયા.ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. જો કે, થોડા સમય પછી વિઝા ઓફિસના સ્ટાફે ઝડપથી મામલો થાળે પાડવા માટે ટીવી બંધ કરી દીધું.
બિહારની રાજધાની પટનામાં પણ થોડા સમય પહેલા આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જે પટના રેલવે સ્ટેશન પર બની હતી. આ મામલો માર્ચ મહિનાનો હતો. તે સમયે રેલવે પ્લેટફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયું હતું. જેમાં મુસાફરોને આશ્ચર્ય થયું હતું. અહીં એડલ્ટ સ્ટાર કેન્દ્ર લસ્ટનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેને જોઈને મુસાફરો ચોંકી ગયા. પોર્નસ્ટારે આ ઘટનાના વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી હતી જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.