શોધખોળ કરો
POK માં નવાઝ સરકાર સામે વિરોધ પ્રદર્શન, લાગ્યા આઝાદીના નારા
મુજ્જફરાબાદ: પીઓકે માં ગુરૂવારે પ્રર્દશનકારીઓએ આઝાદીના નારા લગાવતા નવાઝ સરકાર વિરૂધ્ધમાં જોરદાર પ્રર્દશન કર્યું હતું. પોલીસે પ્રર્દશન કરનારાને વિખેરવા માટે લાઠી ચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં ધણા પ્રર્દશનકારીઓ ધાયલ થવાની પણ ખબર સામે આવી છે.
પોલીસે પ્રર્દશન કરનારના ‘કાલા દિવસ’ વિરોધ પ્રર્દશનને અસફળ કરવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો. આ પ્રર્દશનકારો ફોજ હટાવવા માટે તેમજ 22 ઓક્ટોંબરના થયેલી ધટનાને કાળા દિવસ તરીકે મનાવવા માટે વિરોધ પ્રર્દશન કરી રહ્યા હતા. આ વિરોધ પ્રર્દશનમા મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નવાઝ શરીફ પાસે પીઓકેમાં ધણી જગ્યાએથી સેનાને હટાવવાની માંગ સાથે આઝાદીના નારા લગાવ્યા હતા.
આ પહેલા પણ કોટલી, મુજફ્ફરાબાદ,મીરપુર અને અન્ય ક્ષેત્રમાં 30 સપ્ટેમ્બરના પાકિસ્તાનની વિરૂધ્ધમાં વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વારંવાર પીઓકે માં સેના પર માનવઅધિકાર ઉલ્લંધનનો આરોપ લગાવવામાં આવે છે. 14 ઓગષ્ટના ગિલગિત-બાલિસ્તાન અને બલુચિસ્તાનમાં પણ લોકોએ પાક સરકાર અને સેનાની વિરૂધ્ધમાં વિરોધ પ્રર્દશન કર્યું હતું.
વધુ વાંચો
Advertisement





















