શોધખોળ કરો
Advertisement
પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો
વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તેના આગળના પૈડાં ખુલ્યાજ ન હતા જેના કારણે પાયલટે વિમાનને પાછળના બે પૈડા પર રનવે પર ઉતાર્યું હતું.
નવી દિલ્હી: મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે મુસાફરોની જીવ અધ્ધર થઈ ગયા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સના એક વિમાને પાછળના બે પૈડાં પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં 82 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સ હતા. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.
મ્યાનમાર એરલાઈન્સ ફ્લાઈટ યૂબી-103 વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તેના આગળના પૈડાં ખુલ્યાજ ન હતા જેના કારણે પાયલટે વિમાનને પાછળના બે પૈડા પર રનવે પર ઉતાર્યું હતું. રનવે પર આગળનો ભાગ ઘસડાતા ઘસડાતા વિમાન લેન્ડ થયું હતું અને તેમાંથી આગની ચિંગારીઓ નીકળવા લાગી હતી જરાક જ ચુક થઈ હોત તો અંજામ ગત સપ્તાહે રશિયામાં થયેલા વિમાન દુર્ઘટના જેવી થઈ શકતી હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા. તે સમયે વિમાનમાં આગ લાગી ગઈ હતી.
#MNA (Embraer 190) #Yangon-#Mandalay this morning, landing at the #Mandalay airport - Nose Lansing Gear failure on landing. Flight Capt. has done the amazing job. #Myanmar pic.twitter.com/7dDzSIs13V
— Cape Diamond (@cape_diamond) May 12, 2019
એરોપોર્ટના પ્રવક્તા ક્યો સેને કહ્યું કે પાયલટે લેન્ડિંગ પહેલા કંટ્રોલ ટાવરને જણાવ્યું હતું કે વિમાનના આગળના પૈંડા ખુલી નથી રહ્યાં. આવી સ્થિતિમાં વિમાન લેન્ડિંગ કરાવી યાત્રીઓની જીવ બચાવનાર પાયલટની પ્રસંશા થઈ રહી છે અને અભિનંદન આપી રહ્યા છે. વિમાન લેન્ડિંગનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.Evacuation footage from Myanmar National Airlines flight #UB103, the Embraer 190 which landed with its nose gear retracted earlier today at Mandalay airport, Myanmar. #AviationDaily pic.twitter.com/OJ6GY04t3M
— Aero News (@teamaeronews) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement