શોધખોળ કરો
Advertisement
ગ્લોબલ બિઝનેસ ફોરમમાં PM મોદીએ કહ્યું- ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીશું 100 લાખ કરોડ
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં એક એવી સરકાર છે જે બિઝનેસ વર્લ્ડનું સન્માન કરે છે. વેલ્થ ક્રિએશનનું સન્માન કરે છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરી રહ્યાં છે.
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયૉર્કમાં બિઝનેસ સમિટમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો તમે સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ અને શહેરીકરણમાં ઇનવેસ્ટ કરવા માંગો છો તો ભારતમાં આવો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની સરકાર દેશમાં બિઝનેસનો માહોલને સુધારી રહી છે. કૉરપોરેટ ટેક્સમાં ઘટાડો કરીને ભારતે એક હકારાત્મક સંદેશ આપી દીધો છે.
વૈશ્વિક બિઝનેસમેનોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારી નવી સરકારને હજુ ત્રણ -ચાર મહિના થયા છે. નવી સરકાર બન્યા બાદ 50થી વધુ કાયદાને ખતમ કરી દીધાં છે જે બિઝનેસના માર્ગમાં અડચણરૂપ હતા. હજુ લાંબો સમય આગળ બાકી છે. ભારત સાથે બિઝનેસ કરવા માટે દુનિયાભરના બિઝનેસમેનો માટે આ સુવર્ણ અવસર છે. ગરીબી ખતમ થઈ રહી છે અને લોકોની ખરીદવાની ક્ષમતા વધી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં એક એવી સરકાર છે જે બિઝનેસ વર્લ્ડનું સન્માન કરે છે. વેલ્થ ક્રિએશનનું સન્માન કરે છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરી રહ્યાં છે. રસ્તા,રેલ અને હવાઈ સેવાને વધારવા પર જોર આપી રહ્યાં છે. આવનારા વર્ષોમાં 100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા જઇ રહ્યા છીએ .PM Modi: Your prudent method and our pragmatic mind can write new stories in management;Your rational ways and our human values can show the path which the world is looking for. And if there is any gap anywhere, I will personally act as a bridge. https://t.co/rz3e1F3CGS
— ANI (@ANI) September 25, 2019
આજે ભારતની જનતા સરકાર સાથે છે. જે બિઝનેસ એનવાયરમેન્ટને સુધારવા માટે મોટા અને કડક નિર્ણય લેવા માટે પીછે હઠ રહી નથી. પીએમ મોદીએ કહ્યું- ITR અને ટ્રેડિંગને સરળ બનાવવા માટે અમે કામ કર્યું. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ બનાવ્યો. ખૂબ ઓછા સમયમાં 370 મિલિયન લોકોને બેન્કિંગથી પહેલી વખત જોડવામાં આવ્યા. ખૂબ ઓછા સમયમાં 370 મિલિયન લોકોને બેન્કિંગથી પહેલી વખત જોડવામાં આવ્યા છે. ભારતના લગભગ દરેક નાગરિક પાસે યુનિક આઇડી અને મોબાઇલ ફોન અને બેન્ક અકાઉન્ટ છે. તેનાથી ટારગેટેડ ડિલિવરીમાં સ્પીડ આવી , લિકેજ બંધ થયું અને પારદર્શકતા વધી છે. પીએમ મોદીએ કહ્યુ બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મને ભારતની ભાવનાઓ અને સંભાવનાઓ પર, ભારતની અપેક્ષાઓ અને આશાઓ પર, ભારતની ગ્રોથ સ્ટોરી અને ભારતના ફ્યૂચર ડાયરેક્શન પર પોતાની વાત રજૂ કરવાનો અવસર આપ્યો તેના માટે આપ તમામનો આભારી છું.PM Modi at Bloomberg Global Business Forum in New York: India has now set the goal to make the country a 5 trillion dollar economy. To achieve this big target, we have capability, courage as well as the conditions. https://t.co/bRQw4uz1k2
— ANI (@ANI) September 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement