શોધખોળ કરો
Advertisement
ભારત-માલદીવ વચ્ચે છ સમજૂતીઓ પર થયા હસ્તાક્ષર, PMએ મોદીએ કહ્યું- સમુદ્ધ અને રક્ષા સંબંધ મુખ્ય પ્રાથમિકતા
બીજી વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વિદેશ પ્રવાસ પર હિંદ મહાસાગરના દ્વિપક્ષીય દેશ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન ‘રુલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પોતાની પ્રથમ વિદેશ પ્રવાસ પર શનિવારે માલદીવ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન ‘રુલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. માલદીવની સંસદને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને માલદીવના સબંધો ઇતિહાસથી પણ જૂના છે. તેઓએ કહ્યું માલદીવમાં લોકતંત્રને મજબૂત કરવા માટે તમામ ભારતીય તમારી સાથે છે. બન્ને દેશોએ
માલદીવની સંસદ મજલિસને સંબોધન કરતા પહેલા પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. બન્ને દેશોએ રક્ષા અને સમુદ્ધ સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબધોને મજબૂત કરવા માટે છ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. બીજી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસ પર પીએમ મોદી હિંદ મહાસાગરના દ્વિપક્ષીય દેશ પહોંચ્યા દે ભારત દ્વારા પોતાની ‘પહેલા પાડોશી’ નીતિને આપવામાં આવી મહત્વતા દર્શાવે છે.
પ્રથમ સમજૂતી જલ વિજ્ઞાન સંબંધી મામલામાં સહયોગ માટે કરવામાં આવી. બીજો કરાર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કરવામાં આવી. અન્ય કરારો સમુદ્ધ માર્ગ દ્વારા યાત્રી અને માલવાહક સેવાઓ સ્થાપિત કરવા. ભારતના કેન્દ્રીય પરક્ષ કર અને બોર્ડર કસ્ટમ્સ બોર્ડ અને માલદીવ બોર્ડર કસ્ટમ્સ સેવા વચ્ચે સહયોગ કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર, વહીવટી સુધાર અને લોક ફરિયાદ વિભાગ અને માલદીવના વહીવટી અધિકારીઓ માટે પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ પર માલદીવ વહીવટી સેવા આયોગના કાર્યક્રમ વચ્ચે પણ સહતમી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય નૌસેના અને માલદીવ રાષ્ટ્રીય રક્ષા ધળ વચ્ચે પણ માહિતીની આપ-લે કરવા પર એક ટેકનોલોજી પર સમજૂતી થઈ. પીએમ મોદીએ કહ્યું, “માલદીવમાં રક્ષા સેવાઓને મજબૂત બનાવવા પર વાતચીત થઈ. ભારત માલદીવ સાથે મજબૂત સંબધ બનાવવા ઈચ્છે છે અને માને છે કે એક મજબૂત અને સમૃદ્ધ માલદીવ ક્ષેત્રના હિતમાં હશે.” તેઓએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે કોચ્ચિ અને માલદીવ વચ્ચે ફેરી સેવા શરૂ કરવા પર પણ સહતમી થઈ છે. તેઓએ કહ્યું કે સમુદ્ધ અને રક્ષા સંબંધ મુખ્ય પ્રાથમિકતા છે અને રડાર પ્રણાલી સમુદ્ધ સુરક્ષાને મજબૂતી પ્રધાન કરશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત માલદીવને તમામ સંભવિત મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.Maldives President @ibusolih presented Maldives Highest Honour Order of the Distinguished Rule of Nishan Izzuddeen to PM @narendramodi. pic.twitter.com/I0WAKlGzsm
— PIB India (@PIB_India) June 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement