TIME Influential List: દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, PM મોદી, મમતા બેનર્જી ,અદાર પૂનાવાલાને મળ્યું સ્થાન
મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોગ્રેસે પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બે મેના રોજ શાનદાર જીત હાંસલ કરી હતી.
નવી દિલ્હીઃટાઇમ મેગેઝીનની વર્ષ 2021માં 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાના નામ સામેલ છે. પ્રખ્યાત ટાઇમ મેગેઝીને બુધવારે 2021ના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં વૈશ્વિક સ્તરના નેતાઓ જેમ કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પ્રિન્સ હૈરી અને મેગન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ છે. આ યાદીમાં તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ પણ સામેલ છે.
ભારતીય અમેરિકન પત્રકાર ફરીદ જકારિયાએ ટાઇમ્સ 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન મોદીએ અંગે લખ્યું છે કે કોરોના કાળમાં મિસ મેનેજમેન્ટ અને મરનારા લોકોની વાસ્તવિક સંખ્યા, સતાવાર આંકડાઓથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ તમામ ચીજો છતાં લોકો વચ્ચે તેમની રેટિંગ થોડી ઓછી થઇ છે છતાં તે સર્વોચ્ચ છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોગ્રેસે પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બે મેના રોજ શાનદાર જીત હાંસલ કરી હતી. ભાજપ તરફથી તમામ પ્રયાસો અને કેન્દ્રિય મંત્રીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારીને તમામ તાકાત લગાવી છતાં મમતા બેનર્જીની આગેવાનીમાં ટીએમસીને જીત મળી હતી. બાદમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ટીએમસીનો દબદબો વધ્યો છે.
ટાઇમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ અદાર પૂનાવાલા પૂણે સ્થિત દવા બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ છે. ઓક્સફોર્ડની કોવિડ-19 વેક્સીન કોવિશીલ્ડ ભારતમાં એસ્ટ્રેજેનિકા સાથે મળીને ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટીટ્યૂટે કોરોના મહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
મેગેઝીને 100 પ્રભાવશાળી લોકોની આ યાદીને છ કેટેગરીમાં વહેંચી છે. આ કેટેગરીઓમાં નેતા, કલાકાર, પાયનિયર, આઇકન, ટાઇટન અને સંશોધન કરનાર સામેલ છે. આ તમામ કેટેગરીઓમાં દુનિયાભરના અલગ અલગ લોકોને સામેલ કરવામાં આવે છે. મેગેઝીનના એડિટર્સ આ યાદીને તૈયાર કરવામાં ખૂબ મહેનત કરતા હોય છે.
Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ
Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ