શોધખોળ કરો
Advertisement
બ્રિક્સ સંમેલનઃ PM મોદીએ ચીની રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, સરહદ સહિતના મુદ્દે કરી ચર્ચા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે 10મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને જ્હોનિસબર્ગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત થોડા દિવસોમાં થયેલી ત્રણ મોટા દેશો વચ્ચેની બીજી મુલાકાત છે. થોડા જ મહિના અગાઉ વડાપ્રધાન મોદી રશિયા અને ચીનના પ્રવાસ પર ગયા હતા.
વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીની રાષ્ટ્રપતિ સાથે દ્ધિપક્ષીય વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, બંન્ને નેતાઓએ બોર્ડરની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી અને નક્કી કર્યું હતું કે બંન્ને દેશોની સેના સરહદ પર શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તે સિવાય મોદીએ નિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત ચીન પાસેથી વ્યાપક પ્રમાણમાં આયાત કરે છે પરંતુ નિકાસની માત્રા ઓછી છે. મોદી સરકાર આ અંતરને ઓછું કરવા માંગે છે. આવનારા દિવસોમાં આ મુદ્દે વાત કરવા ભારતનું પ્રતિનિધિમંડળ ચીન જશે.
આ વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઇન્ફોર્મલ સમિટમાં ભાગ લેવા ચીન ગયા હતા. ચીનના વુઆનમાં બંન્ને દેશોના સર્વોચ્ચ નેતાઓએ અનેક મુદ્દે વાતચીત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement