PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM Modi US Visit: PM મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. રવિવારે (ભારતીય સમય અનુસાર) PM મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.
#WATCH | United States: Prime Minister Narendra Modi holds a Roundtable meeting with prominent CEOs of Tech Companies in New York. pic.twitter.com/QzsgAwIsN9
— ANI (@ANI) September 22, 2024
CEO રાઉન્ડ ટેબલ મીટિંગમાં Adobeના ચેરમેન અને CEO શાંતનુ નારાયણ, Google CEO સુંદર પિચાઈ, IBMના CEO અરવિંદ કૃષ્ણા, AMDના ચેરમેન અને CEO લિસા સુ, મોડર્નાના ચેરમેન નૂબર અફયાન-ચેરમેન હાજર હતા.
Had a fruitful roundtable with tech CEOs in New York, discussing aspects relating to technology, innovation and more. Also highlighted the strides made by India in this field. I am glad to see immense optimism towards India. pic.twitter.com/qW3sZ4fv3t
— Narendra Modi (@narendramodi) September 23, 2024
'એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં અમેરિકા અને ભારત વચ્ચે સહકારમાં વધારો'
મોટી યુએસ કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદીએ AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા ચર્ચા કરી હતી.
In New York, PM Modi discusses emerging technology collaboration with business leaders
— ANI Digital (@ani_digital) September 22, 2024
Read @ANI Story | https://t.co/HyIEhmXMMA#PMModi #NewYork #US #RoundTable #India pic.twitter.com/d6s3EnQKnW
કાર્બન ઉત્સર્જનમાં ભારતની ભૂમિકા ચાર ટકાથી ઓછી
બેઠક પહેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વને નુકસાન પહોંચાડવામાં ભારતની કોઈ ભૂમિકા નથી. ભારતમાં વિશ્વની 17 ટકા વસ્તી રહે છે અને તેનું કાર્બન ઉત્સર્જન ચાર ટકાથી ઓછું છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત તમામ પ્રકારની ટેક્નોલોજી માટે લોન્ચિંગ પેડ છે. હવે દેશ ઇચ્છે છે કે વિશ્વભરમાં 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચિપ્સ દ્વારા સંચાલિત ડિવાઇસ ચલાવવામાં આવે. તમે લોકો તમારી માતાના નામે એક વૃક્ષ વાવો. તે જન્મ આપનારી માતા અને ધરતી માતાને ધન્ય કરશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમે ટૂંક સમયમાં ભારતમાં ઓલિમ્પિકના સાક્ષી બનશો. અમે 2036નું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિશ્વના દરેક દેશ હવે ભારત વિશે વધુને વધુ જાણવા માંગે છે.