શોધખોળ કરો
Advertisement
સંકટમાં સૌથી જૂનું લોકતંત્રઃ અમેરિકામાં હોબાળા બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન, પોલીસ કાર્રવાઈમાં એક મહિલાનું મોત
હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે.
દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે.
હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ.
અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન શપથ લેવાના છે. પરંતુ ચૂંટણીમાં હારેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઊલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, ડેમોક્રેટ્સ અમારી પાસીથી વ્હાઈટ હાઉસ છીનવી નહીં શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement