(Source: ECI/ABP News/ABP Majha)
Ukraine Russia Crisis: યુક્રેન સંકટને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે તૈયાર કર્યો કંન્ટ્રોલ રૂમ, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રશિયન સૈનિકોને યુક્રેન સરહદ પરથી પાછા બોલાવવામાં આવ્યા હોવા છતાં તણાવ યથાવત છે. આ સમગ્ર વિવાદ પર અમેરિકા નજર રાખી રહ્યું છે
યુક્રેનઃ યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. રશિયન સૈનિકોને યુક્રેન સરહદ પરથી પાછા બોલાવવામાં આવ્યા હોવા છતાં તણાવ યથાવત છે. આ સમગ્ર વિવાદ પર અમેરિકા અને ચીન સતત નજર રાખી રહ્યા છે. દરમિયાન યુક્રેનમાં રહેતા હજારો ભારતીયોને લઈને પણ ચિંતા વધી રહી છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન હવે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ કંન્ટ્રોલ રૂમ યુક્રેનમાં રહેતા ભારતીયોના પરિવારો માટે વિદેશ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમનો હેલ્પલાઈન નંબર પણ લોકો માટે જાહેર કરાયો છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે માહિતી જોઈતી હોય તો તેઓ હેલ્પલાઈન નંબર 01123012113, 01123014104 અને 01123017905 પર કૉલ કરી શકે છે.
આ સિવાય યુક્રેનમાં રહેતા લોકો માટે ભારતીય દૂતાવાસ (એમ્બેસી)નો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેની મદદથી આ લોકો ફ્લાઈટ્સ અને અન્ય વસ્તુઓની માહિતી એકત્ર કરી શકે છે. આ માટે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ +380997300428 અને 38099730483 નંબર પર કોલ કરી શકે છે. આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ રહેશે.
નોંધનીય છે કે આ અગાઉ ભારતીય દૂતાવાસ દ્ધારા યુક્રેનમાં રહેતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. જે અનુસાર અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ફ્લાઇટની સંખ્યા વધારવા માટે તમામ એવિએશન ઓથોરિટી અને એરલાઇન્સ સાથે વાતચીત ચાલી રહી છે. લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની મદદ માટે એમ્બેસીને ફોન કરી શકે છે.
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક