Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ- જો પુતિન યુદ્ધ ખત્મ કરે તો વાતચીત માટે તૈયાર
તેમણે સ્વીકાર્યું કે રશિયાની આક્રમકતા વચ્ચે તેની સાથે વાતચીત કરવાની ઓછી ઈચ્છા નથી
Ukrainian President Volodymyr Zelensky: વિશ્વ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ઇચ્છે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) કહ્યું હતું કે જો રશિયા યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર હોય તો તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયાએ યુદ્ધના આટલા દિવસોમાં યુદ્ધ ખત્મ કરી વાતચીત કરવાની કોઇ ઇચ્છા વ્યક્ત કરી નથી. તેમણે સ્વીકાર્યું કે રશિયાની આક્રમકતા વચ્ચે તેની સાથે વાતચીત કરવાની ઓછી ઈચ્છા નથી પરંતુ તે યુક્રેનિયનોના જીવનને સામાન્ય બનાવવાનો એક રસ્તો બની શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ બેઠક એટલા માટે થઇ શકે છે કારણ કે અમારો દેશ ટકી શકે, જેથી આ યુદ્ધ સમાપ્ત થઈ શકે, અમારા લોકો પાછા આવી શકે અને વિશ્વમાં કોઈ ખાદ્ય કટોકટી ન સર્જાય. આ પહેલા બુધવારે ઝેલેન્સકીએ કહ્યું હતું કે તેઓ માત્ર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે પરંતુ કોઇના માધ્યમથી વાતચીત કરશે નહીં.
યુરોપિયન યુનિયનની ટીકા
ઝેલેન્સકીએ રશિયા સામે વધુ પ્રતિબંધોને લઈને યુરોપિયન યુનિયનના આંતરિક મતભેદ વિશે ફરિયાદ કરી અને પૂછ્યું હતું કે શા માટે કેટલાક દેશોને યોજનાને અવરોધિત કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હકીકતમાં યુરોપિયન યુનિયન રશિયન તેલની આયાત પરના પ્રતિબંધો સહિત દંડાત્મક પગલાંના છઠ્ઠા રાઉન્ડની ચર્ચા કરી રહ્યું છે. આવા પગલા માટે સર્વસંમતિની જરૂર છે, પરંતુ હંગેરી હાલમાં આ વિચારનો વિરોધ કરી રહ્યું છે કારણ કે આ પ્રતિબંધોથી તેની અર્થવ્યવસ્થાને ખૂબ નુકસાન કરશે.
IPL 2022: સિઝનની વચ્ચે જ સાહાએ છોડ્યો ટીમનો સાથ, Whatsapp ગૃપમાંથી પણ નીકળી ગયો બહાર
બદલાઇ જશે અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'નું નામ, કેમ ફિલ્મ મેકર્સે અચાનક લીધો મોટો નિર્ણય, જાણો
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
Qualifier 2: બટલરે સીઝનની ચોથી સદી ફટકારી ઈતિહાસ રચ્યો, કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી