Putin : શું પુતિન કેન્સરથી પીડિત છે અને સીડી પરથી પડી જતા ગંભીર રીતે ઘાયલ?
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પુતિનને બ્લડ કેન્સર છે. જોકે આ પહેલી ઘટના નથી જેમાં પુતિનની બીમારીના સમાચાર સામે આવ્યા હોય.
Vladimir Putin Health: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત વિશે સમયાંતરે જુદી જુદી માહિતીઓ સામે આવતી રહે છે. હવે અમેરિકાના રિપોર્ટ પ્રમાણે પુતિન સીડી પરથી પડી જવાથી તેમની તબિયત બગડી હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ અમેરિકા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, વ્લદિમીર પુતિન કેન્સરની બિમારીથી પીડિત છે.
અમેરિકાના ન્યૂયોર્ક પોસ્ટ નામની એક ન્યૂઝ એજન્સીએ તેની ટેલિગ્રામ ચેનલમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રશિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ વ્લાદિમીર પુતિન મોસ્કોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને સિડી પરથી પડી ગયા હતા જેના કારણે તેમની તબિયત બગડી હતી.
રિપોર્ટ અનુસાર 70 વર્ષીય પુતિનને પડી જવાને કારણે ઈજાઓ થઈ હતી, જેના કારણે પહેલાથી જ પેટના કેન્સરથી પીડિત રાષ્ટ્રપતિ પુતિનને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુકે સ્થિત અન્ય એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પુતિન ગયા મહિને તેમના ક્યુબન સમકક્ષ મિગુએલ ડિયાઝ-કેનેલ સાથે મળ્યા ત્યારે હેન્ડશેક દરમિયાન તેમનો હાથ ધ્રુજતો હતો. એજન્સીએ એમ પણ કહ્યું હતું કે, આ દરમિયાન તેના હાથ પણ કાળા પડી ગયેલા હતા.
યુક્રેન પર હુમલાનું કારણ શું છે?
યુકે સ્થિત એજન્સીએ જણાવ્યું હતું કે, આ દરમિયાન પુતિન પણ અસહજ રીતે પગ હલાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખી સમાચાર એજન્સીએ દાવો કર્યો હતો કે, પુતિનની તબિયત કથળી રહી છે. આ રિપોર્ટમાં એક બ્રિટિશ જાસૂસનું નિવેદન પણ ટાંકવામાં આવ્યું છે જેમાં તે દાવો કરે છે કે પુતિને યુક્રેન પર હુમલો કર્યો છે કારણ કે તે ગંભીર રીતે બીમાર છે.
શું પુતિનને બ્લડ કેન્સર છે?
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પુતિનને બ્લડ કેન્સર છે. જોકે આ પહેલી ઘટના નથી જેમાં પુતિનની બીમારીના સમાચાર સામે આવ્યા હોય. અગાઉ 2014માં પુતિનના પ્રવક્તાએ અમેરિકન અખબારમાં પ્રકાશિત મીડિયા અહેવાલોની મજાક ઉડાવતા તેમને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.
Uttarakhand:નેપાળે આંખ દેખાડી, ભારતીય કામદારો પર પથ્થરમારો કરતા સરહદે તંગદીલી
ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત-નેપાળ સરહદ પર ફરી એકવાર તણાવપૂર્ણઈ સ્થિતિ સર્જાઈ હતી. આજે સાંજે નેપાળ તરફથી ભારતીય કામદારો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બાંધકામ કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાની આ ઘટના ધારચુલા વિસ્તારમાં બની હતી. અહીં કાલી નદી પર પાળા બાંધવાનું કામ ચાલી રહ્યું છે. કેટલાક નેપાળી નાગરિકો આ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન નેપાળના સુરક્ષાકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને રહ્યા હતા.
બંધના નિર્માણ દરમિયાન નેપાળ તરફથી ઘણી વખત પથ્થરમારો કરવામાં આવી ચુક્યોછે. ધારચુલા નેપાળ અને ચીન વચ્ચેનો સરહદી વિસ્તાર છે. નેપાળની સરહદ ધારચુલાથી શરૂ થાય છે. ધારચુલામાં કાલી નદીની એક તરફ ભારત છે અને બીજી બાજુ નેપાળ છે. કાલી નદીની આસપાસ સેંકડો ગામો છે. આ ગામોમાં વાહનવ્યવહાર માટે ઘણા ઝુલતા પુલ બનાવવામાં આવ્યા છે. ભારત-નેપાળ સરહદ પર SSB તૈનાત કરવામાં આવી છે.