શોધખોળ કરો
Advertisement
કોરોનામાં નોકરી ગુમાવતા ભીખ માંગવા લાગ્યા 450 ભારતીય શ્રમિકો, સાઉદી પ્રશાસને મોકલ્યા ડિટેન્શન સેન્ટર
ડિટેન્શન સેન્ટરમાં મોકલેલા શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકોનું વર્ક પરમિટ સમાપ્ત થઈ ગયું છે. આ ભારતીય શ્રમિકોમાંથી મોટાભાગના તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કાશ્મીર, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર રાજ્યમાંથી છે.
નવી દિલ્હી: સાઉદી અરબમાં રહેતા ભારતીય શ્રમિકોને કોરોના મહામારીના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉદી અરબના શહેર જેદ્દામાં તો કામ ન મળતા શ્રમિકો ભીખ માંગવા મજબૂર બન્યા છે. જેદ્દામાં ભીષ માંગવા પર 450 શ્રમિકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાયા છે.
ડિટેન્શન સેન્ટરમાં મોકલેલા શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકોનું વર્ક પરમિટ સમાપ્ત થઈ ગયું છે. આ ભારતીય શ્રમિકોમાંથી મોટાભાગના તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કાશ્મીર, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર રાજ્યમાંથી છે.
આ લોકોનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, તેમનો એકમાત્ર ગુનો ભીખ માંગવાનો હતો જેના બાદ સાઉદી અથોરિટીઝે ભાડાના મકાન પર લઈ ગયા અને ઓળખ કરીને જેદ્દા સ્થિત શુમૈસી ડિન્ડેશન સેન્ટરમાં મોકલી દીધાં છે. ડિન્ટેશન સેન્ટરમાં મોકલવામાં આવેલા શ્રમિકોમાંથી 39 ઉત્તરપ્રદેશ, 10 બિહાર, 5 તેલંગાણા, 4-4 મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, કર્ણાટક અને 1 આંધ્રપ્રદેશમાંથી છે.
ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવેલા લોકોનું કહેવું છે કે, નોકરી ગુમાવવાના કારણે સ્થિતિ ખરાબ બનતા તેઓએ ભીખ માંગી અને આજ તેમનો એકમાત્ર ગુનો છે. હવે સેન્ટરમાં પરેશાન થઈ રહ્યા છે.
શ્રમિકોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશોના અધિકારીઓએ પોતાના શ્રમિકોની મદદ કરી છે અને તેમને અહીંની કાઢી લેવામાં આવ્યા છે પરંતુ અમે અહીં ફસાયેલા છે.
સામાજીક કાર્યકર્તા અને એમબીટી નેતા અમજદ અલ્લાહ ખાન અનુસાર, તેમના વર્ક પરમિટ સમાપ્ત થઈ જતા ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાયા છે. અમજદે પીએમ મોદી, વિદેશ મંત્રી જયશંકર અને ભારતી રાજદૂત ઓસફ સઈદને પત્ર લખીને શ્રમિકોની સ્થિતિની જાણ કરાવી છે અને તેઓને પરત લાવવાની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion