(Source: ECI/ABP News/ABP Majha)
સાઉદી અરેબિયામાં પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, પ્રથમ દર્દી મળ્યો
સાઉદી અરેબિયામાં પણ કોરોનાના ખતરનાક નવા વેરિઅન્ટ Omicronની એન્ટ્રી થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં પણ કોરોનાના ખતરનાક નવા વેરિઅન્ટ Omicronની એન્ટ્રી થઇ ગઇ છે. સાઉદી અરેબિયાએ બુધવારે કહ્યું હતું કે દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. સાઉદી અરેબિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ કહ્યું કે આ પ્રથમ કેસ ઉત્તરી આફ્રિકી દેશથી આવેલા નાગરિકમાં મળ્યો છે.
રિપોર્ટ અનુસાર જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામા આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગલ્ફ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ છે. ઓમિક્રોન અત્યાર સુધીના 14થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ખતરનાક ગણવવામાં આવી રહ્યો છે. આ સાઉથ આફ્રિકા, યુરોપિયન દેશો, બ્રિટન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત 14થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ મળ્યો છે.કેન્દ્ર સરકારે જોખમ ધરાવતા દેશોની યાદી બનાવી છે જેમાં યુરોપિયન દેશો, બ્રિટન, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગ અને ઇઝરાયલ સામેલ છે. આ દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓનો દર બીજા, ચોથા અને સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ઉડાણ નહી થાય શરૂ
ડીજીસીએ દ્વારા 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા 26 નવેમ્બરે ડીજીસીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામાન્ય રીતે સંચાલિત થશે. જોકે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સંચાલન હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. નવી તારીખો હવે પછી જાહેર કરાશે.
ભારત આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કોવિડ-19 મહામારીના કારણે 23 માર્ચ, 2020થી બંધ છે. જોકે ગત વર્ષે જુલાઈથી આશરે 28 દેશો સાથે થયેલી એરબબલ સમજૂતી અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થઈ રહ્યું છે
ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા
બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી
DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો