શોધખોળ કરો
Advertisement
Coronavirus: સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું
કોરોના વાયરસના કહેરને લઈને સિંગાપોરે એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિયેન લૂંગે લોકડાઉનની જાહેરાત કરતા તમામને તેનું પાલન કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસના કહેરને લઈને સિંગાપોરે એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિયેન લૂંગે લોકડાઉનની જાહેરાત કરતા તમામને તેનું પાલન કરવાની અપીલ કરી છે.સિંગાપોરમાં કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સિંગાપોરમાં કોરોના વાયરસના કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1114 પર પહોંચી ગઈ છે. સિંગાપોરમાં હાલમાં જ વિદેશથી આવેલા 24 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ સંક્રમિતમાં 3 ભારતીયો પણ સામેલ છે.
કોરોના વાયરસ સામે લડવામાં સિંગાપોર શરૂઆતમાં દુનિયા માટે એક મોડલ દેશ તરીકે ઉભરીને આવ્યું હતું.પરંતુ ખૂબ ઓછા સમયમાં સિંગાપોરમાં પરિસ્થિત બદલાઈ છે. સિંગાપોરમાં કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો થયો છે.
સિંગાપોરમાં આગામી એક મહિના સુધી જરૂરી ચીજવસ્તુઓ અને મુખ્ય આર્થિક ક્ષેત્રો સિવાય બધુ જ બંધ રહેશે. સિંગાપોરમાં એક મહિના સુધી શાળા-કોલેજો અને મોટા ભાગના તમામ કાર્યસ્થળો બંધ રહેશે. વડાપ્રધાન લી સિયન લૂંગે શુક્રવારના રોજ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટેના ભાગરૂપે આ પ્રકારના સખત પગલા લીધા હોવાની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement