કોરોના વાયરસ બાદ વધુ એક રહસ્યમય બીમારીનો ખતરો, કેનેડામાં 6 ના મોત, 50 થી વધુ નવા કેસ
કેનેડાના ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં એક રહસ્યમય બીમારી(mysterious brain disease ) ફેલાઈ છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.
કેનેડાના ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં એક રહસ્યમય બીમારી(mysterious brain disease ) ફેલાઈ છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. અનેક લોકો મગજને લગતી અજાણી બીમારીથી પીડિત છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હાલમાં 48 લોકો આ રોગથી પીડિત થયા છે. ઘણા લોકોએ વિચિત્ર બીમારીને કારણે ભૂલી જવા અને મૂંઝવણની ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક અધિકારીઓએ પણ આ રહસ્યમય ન્યુરોલોજીકલ સિન્ડ્રોમ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. હાલમાં, ડોકટરો પણ આ રોગનું કારણ જાણી શકતા નથી. રિપોર્ટ અનુસાર, મૃત્યું પામેલ છ લોકોની ઉંમર 18 થી 85 ની વચ્ચે હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોએ માનસિક થાક લાગવાની ફરિયાદ કરી છે. આ બીમારીમાં લોકોમાં ચિંતા, ચક્કર આવવા, આભાસ, પીડા, ભૂલવાની બિમારી વધી રહી છે. સ્થાનિક સત્તામંડળે તપાસના આદેશ આપ્યા છે. આ બિમારીથી પ્રભાવિત એક યુવતીએ કહ્યું છે કે તેને ફરી એક જ ટીવી શો જોવો પડે છે કારણ કે તે નવી માહિતી નથી રાખી શકતી. તેણે પોતાની માંસપેશિયો ઉપર પણ નિયંત્રણ ગુમાવ્યું છે.
કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી (PHAC) એ ગયા વર્ષના અંતમાં આ વિસ્તારમાં અસામાન્ય ન્યુરોલોજીકલ કેસોની મોટી બેચ વિશે ચેતવણી આપી હતી. એજન્સીએ શબપરીક્ષણની તપાસ કરીને પ્રાથમિક માહિતી એકઠી કરી છે. PHAC એ કહ્યું છે કે ન્યૂ બ્રુન્સવિક પ્રાંત હવે ખુદ તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે. સંઘીય એજન્સીની ભૂમિકા આમાં મદદરૂપ થશે.
જ્યારે, રોગી સુરક્ષા સંગઠન 'બ્લડ વોચ' એ ચિંતા વધારી છે. તેમણે કહ્યું કે હજુ સુધી ખબર નથી કે કેટલા લોકો આ રહસ્યમય બિમારીથી પીડિત છે અને કેટલા લોકો મૃત્યુ પામશે. સંસ્થાએ આગ્રહ કર્યો છે કે PHAC એ તપાસનું નેતૃત્વ કરવું જોઈએ. સંઘીય એજન્સીઓએ આ બિમારીનું મૂળ કારણ શોધવું જોઈએ. તેમજ તમામ વૈજ્ઞાનિક તપાસ અને સંશોધન કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવા જોઈએ.