SpaceX Starship Explodes: દુનિયાના સૌથી મોટા રોકેટ SpaceX સ્ટારશિપમાં ટેસ્ટ દરમિયાન બ્લાસ્ટ, મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ ધ્વસ્ત
સ્પેસએક્સ સ્ટારશિપ પરીક્ષણ દરમિયાન ગુરુવારે (20 એપ્રિલ) વિશ્વના સૌથી મોટા રોકેટમાં વિસ્ફોટ થયો હતો.
SpaceX Starship Explodes: સ્પેસએક્સ સ્ટારશિપ પરીક્ષણ દરમિયાન ગુરુવારે (20 એપ્રિલ) વિશ્વના સૌથી મોટા રોકેટમાં વિસ્ફોટ થયો હતો. એલન મસ્કની કંપની સ્પેસએક્સે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સ્પેસ એક્સે કહ્યું છે કે આપણે આવા પરીક્ષણોમાંથી શીખીએ છીએ. આ જ સફળતા લાવે છે. અગાઉ આ પરીક્ષા ટેકનિકલ કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હતું.
As if the flight test was not exciting enough, Starship experienced a rapid unscheduled disassembly before stage separation
— SpaceX (@SpaceX) April 20, 2023
મસ્કે ટ્વીટ કરીને સ્પેસએક્સ ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે આનાથી અમે થોડા મહિનાઓ પછી યોજાનારી ટેસ્ટ વિશે ઘણું શીખ્યા છીએ.
કંપનીના જણાવ્યા અનુસાર, તે ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટોમાં વિસ્ફોટ થયો હતો. સ્પેસએક્સે જણાવ્યું હતું કે ટીમ આગામી પરીક્ષણ સંબંધિત ડેટા એકત્રિત અને સમીક્ષા કરી રહી છે. કંપનીએ ટેસ્ટ પહેલા એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં સ્ટારશિપ ટેસ્ટ દેખાય છે.
Fully stacked Starship has exploded and Elon’s reaction is priceless. @elonmusk
— Teslaconomics (@Teslaconomics) April 20, 2023
No such thing as failure, only learnings for the next attempt. Awesome job SpaceX! KEEP FIGHTING! 👊🚀 #SpaceX pic.twitter.com/YHIIao3Uxp
સ્ટારશિપનું લોન્ચિંગ અગાઉ 17 એપ્રિલના રોજ થવાનું હતું, પરંતુ સ્ટેજમાં ઇંધણના દબાણની સમસ્યાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. મસ્કે પોતે ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું હતું. વિશ્વના સૌથી મોટા રોકેટ સ્પેસએક્સની લંબાઈ 120 મીટર (લગભગ 394 ફૂટ) છે. તેનો વ્યાસ 29.5 ફૂટ છે.
કંપનીનો દાવો છે કે આ રોકેટ એટલું મોટું છે કે તેમાં 100 લોકો બેસીને મુસાફરી કરી શકે છે. આમાં લોકોને એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર પણ લઈ જઈ શકાય છે.
Russia: રશિયાએ ભૂલથી પોતાના વિસ્તારમાં ફેંક્યો બોમ્બ, અનેક ઇમારતો નષ્ટ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. રશિયાએ યુક્રેનના અનેક શહેરોને નષ્ટ કર્યા છે. હવે એ વાત સામે આવી છે કે રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં બોમ્બ ફેંકી દીધો છે. રશિયન રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયન ફાઇટર પ્લેને યુક્રેન નજીક તેના જ બેલગોરોડ શહેરમાં ભૂલથી બોમ્બ ફેંક્યો હ