શોધખોળ કરો
પાકિસ્તાનના સિંધમાં લોકોનાં ટોળાંએ મંદિરમાં કરી તોડફોડ, મૂર્તિને નુકશાન પહોંચાડ્યું
દક્ષિણ એશિયા ક્ષેત્રના મામલાની પત્રકાર નાયલા ઈનાયતે ટિ્વટર પર લખ્યું હતું કે, સિંધ પ્રાંતમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.

પેશાવર: પાકિસ્તાનમાં હિન્દુ અને અન્ય ધર્મસ્થળોને નુકસાન પહોંચાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સિંધ પ્રાંતમાં કેટલાંક લોકોએ એક મંદિરને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જેમાં મૂર્તિને પણ નુકસાન થયું છે. આ મામલે ચાર અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. દક્ષિણ એશિયા ક્ષેત્રના મામલાની પત્રકાર નાયલા ઈનાયતે ટિ્વટર પર લખ્યું હતું કે, સિંધ પ્રાંતમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. એક ટોળાએ ચચૌરા, થારપારકરમાં માતા રાની ભાટિયાનીના મંદિરમાં હુમલો કર્યો હતો. અહીં મૂર્તિ અને પવિત્રગ્રંથોને નુકસાન પહોંચાડ્યું.
પાકિસ્તાની હિન્દુઝ યુથ ફોરમે દાવો કર્યો હતો કે, આ ક્ષેત્રમાં તાજેતરમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળ પર હુમલાની આ ચોથી ઘટના છે. આ પહેલા પણ કુંબ ગુરુદ્વારા, એસએસડી ધામ અને ઘોટકીમાં અન્ય એક સ્થળ પર હુમલા કરવામાં આવ્યાં હતાં.Yet another Hindu temple vandalised in Sindh. The statue and holy scriptures desecrated as a mob attacked the temple of Mata Rani Bhatiyani in Chachro, Tharparkar. pic.twitter.com/VrKXpi8btd
— Naila Inayat नायला इनायत (@nailainayat) January 26, 2020
વધુ વાંચો





















