હિન્દ મહાસાગરમાં સુનામીનુ એલર્ટ, ભૂકંપના ભારે ઝટકાથી તિમોર ધણધણી ઉઠ્યુ, જાણો વિગતે
એકબાજુ સુનામી તો બીજીબાજુ ભૂકંપે દુનિયાને ફરીથી મોટી કુદરતી આફતમાં ધકેલી દીધુ છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ પૂર્વ તિમોરમાં શુક્રવારે સવાર ધરતી ધ્રૂજી ઉઠી. અહીં સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા,
નવી દિલ્હીઃ એકબાજુ સુનામી તો બીજીબાજુ ભૂકંપે દુનિયાને ફરીથી મોટી કુદરતી આફતમાં ધકેલી દીધુ છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ પૂર્વ તિમોરમાં શુક્રવારે સવાર ધરતી ધ્રૂજી ઉઠી. અહીં સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જે 6.1ની તીવ્રતાથી પણ વધુ હતા. ભૂકંપના આંચકા બાદ હવામાન શાસ્ત્રીઓ દ્વારા હિન્દ મહાસાગરામાં સુનામી આવવાની ચેતાવણી પણ આપી દેવામા આવી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ભૂકંપ હિંદ મહાસાગરમાં સુનામી સર્જવા સક્ષમ હોઈ શકે છે.
તિમોર ટાપુ પર ભૂકંપના આંચકા -
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, તિમોર ટાપુની પૂર્વ બાજુથી 51.4 કિમીની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ખાસ વાત છે કે પૂર્વ તિમોર પ્રશાંત મહાસાગરના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સ્થિત છે. ગયા મહિને ઇન્ડોનેશિયામાં પણ આવો જ ભૂકંપ આવ્યો હતો. તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. આ એક રિંગ ઓફ ફાયરનુ લૉકેશન છે અને અહીં વારંવાર ભૂકંપના આચકા આવતા રહે છે.
સુનામી એલર્ટ જાહેર-
ભૂકંપના ભારે આંચકા બાદ સુનામી એડવાઇઝરી ગ્રૂપે પણ ચેતાવણી આપી છે, તેમને કહ્યું કે ભૂકંપ હિંદ મહાસાગર ક્ષેત્રને અસર કરતી સુનામીનું કારણ બની શકે છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે પૂર્વ તિમોર અને ઇન્ડોનેશિયા વચ્ચે વિભાજિત તિમોર ટાપુના પૂર્વીય છેડાથી 51.4 કિમી (32 માઇલ) ની ઊંડાઇએ ભૂકંપ આવ્યો હતો. હિંદ મહાસાગર સુનામી વોર્નિંગ એન્ડ મિટિગેશન સિસ્ટમ (IOTWMS) એ પ્રદેશ માટે સુનામી ચેતવણી આપી છે.
આ પણ વાંચો.........
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં