શોધખોળ કરો
Advertisement
ઇરાકમાં બગદાદના ગ્રીન ઝૉનમાં બે રૉકેટથી હુમલો, કોઇ નુકશાન નહીં
ખાસ વાત છે કે, આ પહેલા ઇરાના ઉચ્ચ સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ ઠાર માર્યા હતો, જે પછી બન્ને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
બગદાદઃ ઇરાકના બગદાદમાં ફરી એકવાર રૉકેટથી હુમલો કરાયાના સમાચાર સામે આવ્યા છે. રૉકેટ બગદાદના ગ્રીન ઝૉનમાં ફોડવામાં આવ્યા છે. આ હુમલાથી હજુ સુધી કોઇ નુકશાન થયુ નથી. ઇરાકન ગૃહ મંત્રાલયે આ હુમલાની જાણકારી આપી છે.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ કે હુમલો મધ્ય ઇરાકમાં થયો છે. ઘટના લગભગ અડધી રાત્રે ઘટી છે. રૉકેટ ફોડવા વાળાની ઓળખ નથી થઇ શકી, પણ જ્યાં રૉકેટ પડ્યુ ત્યાં પાસે જ અમેરિકન દુતાવાસ છે.
અધિકારીઓએ જણાવ્યુ કે, રૉકેટ પડવાનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો હતો. રૉકેટ ખાલી જગ્યા પર પડ્યુ હતુ એટલે કોઇ નુકશાન ના થયુ, પણ રૉકેટ ક્યાંથી આવ્યુ અને કયા સંગઠને છોડ્યુ છે તે હજુ ખબર નથી પડી શકી.
નોંધનીય છે કે આતંકી ગ્રુપ મૉર્ટાર અને રૉકેટથી આ ગ્રીન ઝૉનમાં કાયમ માટે હુમલા કરી રહ્યાં છે. આ વિસ્તાર લગભગ 10 વર્ગ કિલોમીટરના એરિયામાં ટાઇગ્રિસ નદીના પશ્ચિમી કિનારે આવેલો છે.
ખાસ વાત છે કે, આ પહેલા ઇરાના ઉચ્ચ સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ ઠાર માર્યા હતો, જે પછી બન્ને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion