શોધખોળ કરો
Advertisement
ઈમામની 'પત્ની' નીકળી પુરુષ, લગ્નના બે અઠવાડિયા બાદ આ રીતે થયો ખુલાસો, જાણો વિગતે
આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તેણે રૂપિયા માટે ઈમામ સાથે લગ્ન કર્યા હતા. ઈમામે જણાવ્યું કે, આરોપી સાથે તેની મુલાકાત ક્યામ્પિસી મસ્જિદમાં થઈ હતી.
કંપાલાઃ યુગાંડામાં એક ઈમામને જ્યારે ખબર પડી કે તેની પત્ની મહિલા નહીં પણ પુરુષ છે ત્યારે તેને મોટો ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ મુતુબા અને તેની પત્નીના બે અઠવાડિયા પહેલા જ નિકાહ થયા હતા. જોકે, લગ્ન બાદ બંને વચ્ચે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ નહોતો બંધાયો.
પડોશીએ ખોલી પોલ
યુગાંડાના ન્યૂઝ પેપર ડેઇલી મોનિટરના રિપોર્ટ મુજબ, બંનેના લગ્નને હજુ 2 સપ્તાહ જ થયા છે. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ નહોતો બનતો અને આ કારણે ઈમામને ખબર નહોતી પડી કે પત્ની મર્દ છે. બે અઠવાડિયા બાદ ઈમામના પડોશીએ ખુલાસો કર્યો કે, “તેની પત્ની એક મર્દ છે. ઈમામની પડોશીએ તેની પત્ની પર આરોપ લગાવ્યો કે તે દિવાલ પરથી કૂદીને ઘરમાં ઘૂસી અને તેનો સામાન ચોરી લીધો, જેમાં ટીવી અને કપડાં સામેલ છે. તે કોઈ મહિલા નહીં પણ પુરુષ છે.”
મહિલા પોલીસે કરી તપાસને....
ઈમામના પડોશીએ આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. જે બાદ ઈમામ અને તેની પત્નીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. જ્યાં ઈમામની પત્નીને બુરખો અને સેંડલ પહેર્યા હતા. જેથી તેને જેલમાં મોકલતા પહેલા મહિલા પોલીસ કર્મચારીએ તપાસ કરી અને તે પણ આશ્ચર્યચકિત રહી ગઈ. મહિલા પોલીસ કર્મીની તપાસમાં ઈમામની પત્નીનું રહસ્ય ખૂલી ગયું. જે બાદ પોલાસે જ્યારે ઈમામને આ અંગે જણાવ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.
રૂપિયા માટે ઈમામ સાથે કર્યા લગ્ન
આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તેણે રૂપિયા માટે ઈમામ સાથે લગ્ન કર્યા હતા. ઈમામે જણાવ્યું કે, આરોપી સાથે તેની મુલાકાત ક્યામ્પિસી મસ્જિદમાં થઈ હતી. હું લગ્ન માટે એક સૌંદર્યવાન છોકરી શોધી રહ્યા હતો. જ્યારે બુરખો પહેરેલી એક છોકરીને મળ્યો અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તેણે હા પાડી.
ઈન્દિરા ગાંધી પર સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું- પૂરાવા આપો, ભાજપે કહ્યું- કોંગ્રેસ-અંડરવર્લ્ડનો જૂનો સંબંધ
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કેટલા કરોડનો થયો ખર્ચ ? RTIમાં થયો ખુલાસો
INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement