US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પે 111 તો કમલા હેરિસે 71 ઇલેક્ટોરલ કોલેજમાં મેળવી લીડ
US Presidential Election 2024 Live Updates: ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે
LIVE
Background
US Presidential Election 2024 Live Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારથી મતદાન શરૂ થયું છે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર નેવાડાના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરાયા છે.
રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઇન્ડિયાનામાં પ્રમુખપદની ચૂંટણી જીતી હતી, જ્યાં રિપબ્લિકન્સે 20 વર્ષથી ગવર્નરનું પદ સંભાળ્યું હતું. અહીંથી ટ્રમ્પને ડેમોક્રેટ કમલા હેરિસની સરખામણીએ 11 મત મળ્યા હતા. 2020માં ટ્રમ્પે હૂઝિયર રાજ્યના 57 ટકા મત મેળવ્યા હતા. એસોસિએટેડ પ્રેસે સાંજે 7 વાગ્યે ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેન્ટુકીમાં સતત ત્રીજી વખત ચૂંટણી જીતી હતી, અને તેમની ટેલીમાં આઠ ઇલેક્ટોરલ વોટ ઉમેર્યા હતા.
ટ્રમ્પે મિસૌરી અને ઓક્લાહોમામાં મેળવી જીત
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસૌરી અને ઓક્લાહોમામાં પણ જીત મેળવી છે. જે પછી ટ્રમ્પે 101 ઇલેક્ટ્રોલ સાથે લીડ મેળવી છે અને કમલા હેરિસ પાસે 71 ઇલેક્ટ્રોલ મત છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270ની જરૂર છે.
ટ્રમ્પ 95 ઈલેક્ટોરલ કોલેજમાં આગળ છે, કમલા 35માં મેળવી લીડ
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ચાલુ છે. દરમિયાન મતગણતરીનો પ્રારંભિક વલણ આવવા લાગ્યા છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ 95 ઈલેક્ટોરલ કોલેજમાં આગળ છે. કમલા હેરિસે 35 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ જાળવી રાખી છે. અમેરિકન ચૂંટણીમાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ હોય છે. જીતવા માટે આમાંથી 270 જીતવી જરૂરી છે.
#BREAKING Trump takes Florida and 4 other states, Harris takes 2 + DC, US media report pic.twitter.com/nOWYnOM39O
— AFP News Agency (@AFP) November 6, 2024
ડોનાલ્ડ ટ્રમ્પ 7 રાજ્યોમાં આગળ છે
AP VoteCast સર્વે અનુસાર, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સાત રાજ્યો - જ્યોર્જિયા, ઇન્ડિયાના, કેંટકી, વેસ્ટ વર્જિનિયા, સાઉથ કેરોલિના, ઓહાયો અને ફ્લોરિડામાં આગળ છે, જ્યારે કમલા હેરિસ વર્મોન્ટ, ન્યૂ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં આગળ છે.
NBC News Exit Poll: કમલા હેરિસ પર ભારે પડી રહ્યા છે ટ્રમ્પ
NBC News Exit Poll: એનબીસી ન્યૂઝના અત્યાર સુધીના એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ 54.8 ટકા મતો સાથે આગળ છે જ્યારે કમલા હેરિસ 44.4 ટકા મતો સાથે રેસમાં પાછળ હોય તેવું લાગે છે.
એક્ઝિટ પોલમાં કેંટકી અને ઇન્ડિયાનામાં ટ્રમ્પની જીતનો અંદાજ
AP VoteCast અને CNNના એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે કેંટકી અને ઇન્ડિયાના રાજ્યોમાં ટ્રમ્પ જીતી શકે છે.