યુક્રેન પર હુમલાને લઇને પુતિનની દીકરીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધઃ AFP
યુક્રેન પર હુમલાને લઈને અમેરિકા અને યુરોપિયન દેશો રશિયા સામે કડક પગલા લઇ રહ્યા છે
વોશિંગ્ટનઃ યુક્રેન પર હુમલાને લઈને અમેરિકા અને યુરોપિયન દેશો રશિયા સામે કડક પગલા લઇ રહ્યા છે. હવે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દીકરીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસે બુધવારે પુતિનની દીકરીઓની સાથે રશિયાની ટોચની જાહેર અને ખાનગી બેંકો પર પણ પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
#BREAKING US slaps sanctions on Putin's daughters over Ukraine invasion pic.twitter.com/tXvIVvi3tg
— AFP News Agency (@AFP) April 6, 2022
ન્યૂઝ એજન્સી એએફપીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાએ પુતિનની પૂર્વ પત્ની લ્યુડમિલા અને બે પુત્રીઓ મારિયા (Maria Vorontsova) અને કેટેરીના (Katerina Tikhonova) પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધો રશિયાની સુરક્ષા પરિષદના સભ્યો પર પણ લાદવામાં આવ્યા હતા, જેમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લાવારોવ અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ અને પીએમ મિખાઈલ મિશુસ્ટિનનો સમાવેશ થાય છે.
#BREAKING US places 'full blocking' sanctions on Russian giants Sberbank, Alfa Bank: White House pic.twitter.com/GnF9Ujwlhd
— AFP News Agency (@AFP) April 6, 2022
વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે આ વ્યક્તિઓએ રશિયન લોકોના ભોગે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે, જેમાંથી કેટલાક યુક્રેન પરના યુદ્ધ માટે પુતિનને સમર્થન આપવામાં સામેલ છે. અમારું માનવું છે કે પુતિનની ઘણી બધી સંપત્તિ તેના સંબંધીઓ પાસે છૂપાયેલી છે, જેના કારણે અમે તેને નિશાન બનાવી રહ્યા છીએ.
2015 માં પુતિને તેમની દીકરીઓની કેટલીક માહિતી જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે બંન્ને દીકરીઓ રશિયન યુનિવર્સિટીમાંથી સ્નાતક થઇ છે અને ઘણી ભાષાઓ બોલી શકે છે.
Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો
ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા
Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય